દાઉદ માટે રાજનાથે વાપર્યા આદરસૂચક શબ્દ

rajnathsingh
નવી દિલ્હી, 11 ઑગસ્ટઃ અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેન આગળ 'જી' લગાવનારા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહની ટીકા કરનારા ભાજપ હવે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહના નિવેદનને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજનાથે હવે 1993માં મુંબઇ વિસ્ફોટના આરોપી દાઉદ ઇબ્રાહિમ માટે આદરસૂચ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

એક અંગ્રેજી ચેનલ સાથે વાતચીત દરમિયાન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, તે પાકિસ્તાનમાં રહી રહ્યાં હતા. રાજનાથ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરિફના વિશેષ દૂત શહરયાર ખાનના એ નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતા, જેમાં દાઉદ પાકિસ્તાનમાં હતો તે વાતનો સ્વિસાર કરવામાં આવ્યો હતો. ભાજપ અધ્યક્ષનું કહેવું હતું કે આ મામલે પાકિસ્તાન ગમે તે કહે, પરંતુ 26/11 મામલે તેમણે કાર્યવાહી કરવી જોઇએ. આ દરમિયાન શહરયારના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દાઉદ પાકિસ્તાનમાં રહી રહ્યાં હતા.

નોંધનીય છે કે, ભાજપ સુશિલ કુમાર શિંદે અને દિગ્વિજય સિંહ જેવા નેતાઓની એ બાબતે ટીકા કરતું રહ્યું છે કે, તેઓ હાફિઝ સઇદ, લાદેન જેવા આતંકવાદીઓના નામની આગળ આદરસૂચક શબ્દનો ઉપયોગ કરે છે. હવે પાર્ટી પોતાના અધ્યક્ષના નિવેદનનો કેવી રીતે બચાવ કરશે, તે ચર્ચાનો વિષય બની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X