For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ASEAN: રાજનાથ સિંહે કહ્યુ - બાયો ટેરરિઝમ અને મહામારી સામે લડાઈ ચાલુ રાખવી પડશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે આસિયાન દેશોના સંરક્ષણ મંત્રીઓની મીટિંગમાં બાયો ટેરરિઝમ એટલે કે જૈવિક આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે આસિયાન દેશોના સંરક્ષણ મંત્રીઓની મીટિંગમાં બાયો ટેરરિઝમ એટલે કે જૈવિક આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યુ કે આ સમય છે જ્યારે આપણે જૈવિક આતંકવાદના જોખમ સામે લડવા અને મહામારીઓ સામે લડવાની કોશિશ ચાલુ રાખવી પડશે. સંરક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ આ સમય નિયમો પર આધારિત ક્રમ પર જોખમ છે, મેરિટાઈમ સિક્યોરિટી, સાઈબર આતંકવાદ અને આતંકવાદનુ જોખમ પણ વધી રહ્યુ છે. આ આજે પણ બધાના માટે મોટો પડકાર છે જ્યારે બધા આ મંચ પર એકઠા થયા છે.

rajnath singh

કયા કયા દેશ શામેલ

આસિયાનના સંરક્ષણ મંત્રીઓની મીટિંગનુ આ 10મુ વર્ષ છે. તેને ADMM-PLUS મીટિંગનુ નામ આપવામાં આવ્યુ છે. આમાં આઠ દેશો શામેલ છે જેમાં ઑસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, કોરિયા, રશિયા અને અમેરિકા શામેલ છે અને તેને પ્લસ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે. આનો હેતુ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની દિશામાં પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. પોતાના સંબોધનમાં સંરક્ષણ મંત્રીએ છેલ્લા એક દશકમાં મેળવેલ ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે આ દરમિયાન રણનીતિક વાતચીત દ્વારા બહુપક્ષીય સહયોગમાં વધારો થવા અને સુરક્ષા સહયોગનો પણ ઉલ્લેખ કર્યો.

રાજનાથ સિંહે આગળ કહ્યુ, 'ADMM છેલ્લા એક દશકમાં શાંતિ, સ્થિરતા અને નિયમો પર આધારિક ક્રમની દિશામાં એક મહત્વનુ મંચ બની ગયુ છે.' તેમણે એ પણ કહ્યુ કે ગતિવિધિઓમાં આત્મ સંયમ જરૂરી છે અને એ એક્શનથી બચનુ જેનાથી સ્થિતિઓ જટિલ બને, ક્ષેત્રમાં લાંબા સમય સુધી શાંતિ જાળવી રાખવા માટે આ બહુ જરૂરી છે. વર્ષ 2019માં રાજનાથ સિંહે થાઈલેન્ડની રાજધાની બેંકકોકમાં આ મીટિંગ અટેન્ડ કરી હતી. એ વખતે તેમણે રક્ષા અને સુરક્ષા પર આયોજિત એક પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો.

ઘરેથી નીકળ્યાના 24 કલાક બાદ તળાવમાંથી મૃત મળ્યા 3 સગા ભાઈઘરેથી નીકળ્યાના 24 કલાક બાદ તળાવમાંથી મૃત મળ્યા 3 સગા ભાઈ

English summary
Rajnath Singh at ASEAN: We need to work on the threats of bio-terrorism and pandemic diseases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X