વાંચો મોદીનું રાજતિલક કર્યા બાદ રાજનાથને શું કહ્યું...

બીજેપીના આ નિર્ણયનો બેઠકમાં હાજર દરેક સદસ્યએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયનું સ્વાગત કર્યું કારણ કે મોટાભાગના બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જૂએ છે. મોદીના રાજતિલક બાદ રાજનાથ સિંહે પત્રકારોને સંબોધીત કરતા જણાવ્યું કે...
- નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન રહેશે.
- આ નિર્ણય દરેકની સહમતિથી લેવામાં આવ્યો છે.
- ભારતીય જનતા પાર્ટીને મોદી પાસે ઘણી આશાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીએ રાજનાથસિંહ દ્વારા લેવાયેલા મોદી અંગેના નિર્ણયનું સ્વાગત કરી તેમના નિર્ણય કરવાની શક્તિના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની આજે નિર્ણય કરવાની શક્તિને જોઇને મને આનંદ થયો છે. તેમણે મોદીના પણ વખાણ કર્યા અને તેમને મળેલી જવાબદારી માટે અભિનંદન આપ્યા.












Click it and Unblock the Notifications
