For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajya Sabha Election 2018 : જાણો કોની થઇ જીત?

રાજ્યસભાની 58 સીટો પર શુક્રવારે ચૂંટણી થશે. સાંજે 5 વાગ્યા સુધીમાં આ ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી તે સ્પષ્ટ થશે. તો જાણો આ અંગે તમામ જાણકારી અહીં.

|
Google Oneindia Gujarati News

સંસદમાં રાજ્યસભાની 58 સીટો માટે આજે ચૂંટણી થશે. સાંજે સુધીમાં આના પરિણામો જાહેર થઇ જશે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થશે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે 5 વાગ્યાની આસપાસ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. વોટની ગણતરી પછી તેના પરિણામો જાહેર કરવામાં આવશે. જે 16 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી થઇ રહી છે તેમાં સૌથી વધુ સીટો એટલે કે 10 સીટો ઉત્તર પ્રદેશની છે. ત્યાં જ આંધ્ર પ્રદેશની 3, બિહારની 6, છત્તીસગઢની 1, ગુજરાતની 4, હરિયાણાની 1, હિમાચલની 1, કર્ણાટકની 3, મધ્યપ્રદેશની 4, મહારાષ્ટ્રની 6, તેલંગાનાની 3, ઉત્તર પ્રદેશની 10, ઉત્તરાખંડની 1, પશ્ચિમ બંગાળની 5, ઓડ્ડિસાની 3, રાજસ્થાનની 3 અને ઝારખંડની 2 સીટોનો સમાવેશ થાય છે.

રાજ્યસભાની 58 સીટોમાંથી 33 સીટો પર બિનહરીફ ચૂંટણી થશે. જેમાં આંધ્રની 3, ,બિહારની 6, ગુજરાતની 4, હરિયાણાની 1, હિમાચલ પ્રદેશની 1, મધ્ય પ્રદેશની 5, મહારાષ્ટ્રની 6, ઉત્તરાખંડની 1, ઓડ્ડિસાની 3 અને રાજસ્થાનની 3 સીટોનો સમાવેશ થાય છે. જો કે આજે છત્તીસગઢની 1, કર્ણાટકની 4, તેલંગાનાની 3, ઉત્તર પ્રદેશની 10 , પશ્ચિમ બંગાળની 5 અને ઝારખંડની 3 સીટો પર ચૂંટણી થઇ રહી છે. ત્યારે આ અંગેની તમામ અપટેડ દિવસ અહીં તમે વાંચી શકો છો.

Newest First Oldest First
11:31 PM, 23 Mar

ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં અરુણ જેટલી સમેત અનિલ જૈન જેવા ભાજપના 9 ઉમેદવારોની જીત થઇ. સમાજવાદી પાર્ટીની જયા બચ્ચન પણ 38 વોટથી જીતી. મહેન્દ્રનાથ પાંડેય આ પર કહ્યું કે આ પ્રજાતંત્રની જીત છે અને યુપીના હિતમાં છે.
9:48 PM, 23 Mar

રાજ્યસભાની આ ચૂંટણીમાં રાતના 10 વાગ્યા સુધી કુલ 58 સીટો માંથી 19 બેઠકો ભાજપને, 10 કોંગ્રેસને, ટીપીડીને 2 ,વાયએસઆરસીપીને 1, જેડી (યુ)ને 2, આરજેડીને 2, શિવસેનાને 1, એનસીપીને 1, બીજેડીને 3 સીટો પર જીત મળી છે.
9:37 PM, 23 Mar

યુપીમાં ભાજપના અનિલ જૈન ચૂંટણી જીત્યા. કર્ણાટકમાં કોંગ્રેસને 3 સીટો પર મળી જીત. ઝારખંડમાં એક સીટ પર ભાજપ અને એક સીટ પર કોંગ્રેસ ઉમેદવારની થઇ જીત.
8:20 PM, 23 Mar

વિડીયોની સમીક્ષા કર્યા બાદ ઝારખંડ વિકાસ મોરચાના વિધાનસભ્ય પ્રકાશ રામની સામે જે ફરિયાદ હતી તેને ચૂંટણી પંચે નકારી કાઢી છે. તેમની પર તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મતદાન કર્યા પછી તેણે પાર્ટીના અધિકૃત પ્રતિનિધિને પોતાના મતપત્રનો દર્શાવ્યો નથી.
7:55 PM, 23 Mar

યુપી રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે નિતિન અગ્રવાલ અને અનિલ સિંહના વોટ માન્ય રદ્દ કર્યા ક્રોસ વોટિંગનો આરોપ તેમની પર લાગ્યો હતો.
7:54 PM, 23 Mar

છત્તીસગઢમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના સરોજ પાંડેયની થઇ જીત, કોંગ્રેસના લેખરામ સાહુને તેમણે હરાવ્યા
7:53 PM, 23 Mar

રાજ્યસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત પછી મમતા બેનર્જીએ વિક્ટ્રી સાઇન બતાવી વ્યક્ત કરી પોતાની ખુશી. પશ્ચિમ બંગાળમાં 4 સીટો પર ટીએમસીની જીત થઇ છે
7:51 PM, 23 Mar

યુપીમાં ચૂંટણી આયોગના નિર્દેશ પછી જ મતગણતરી રોકવામાં આવી હતી. યુપી પછી કર્ણાટક, ઝારખંડમાં પણ મતગણતરી રોકવામાં આવી. જો કે હવે યુપી, કર્ણાટક અને ઝારખંડમાં ફરી વોટોની ગણતરી શરૂ કરવામાં આવી છે.
6:03 PM, 23 Mar

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતા, મતગણતરી શરૂ કરવામાં આવી છે.
4:51 PM, 23 Mar

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. 5 વાગે મતગણતરી શરૂ થશે. જે પછી ખબર પડશે કે ક્રોસ વોટિંગના વિવાદથી કંઇ પાર્ટીને કેટલો ફાયદો થયો છે.
3:50 PM, 23 Mar

અખિલેશ યાદવના સમર્થનમાં વોટ આપવાની જાહેરાત કરીને સીએમ યોગીને મળ્યા રાજા ભૈયા
3:49 PM, 23 Mar

કર્ણાટકમાં જેડીએસએ ચૂંટણી આયોગને ચૂંટણી રદ્દ કરવાની માંગણી કરી.
2:15 PM, 23 Mar

અમારો વોટ અખિલેશ યાદવની સાથે, જયા બચ્ચનને વોટ આપશે રાજા ભૈયા
2:15 PM, 23 Mar

કર્ણાટક રાજ્યસભા ચૂંટણીમાં બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ પહેલા બેલેટ પેપરમાં ક્રોસ વોટ કર્યો છે. જો કે રિટર્નિંગ ઓફિસરે તેને ફરી ફ્રેશ બેલેટ પેપર સાથે વોટ કરવાની છૂટ આપી છે. આ મામલે કર્ણાટકમાં વિવાદ થયો છે. એસડી કુમારસ્વામીએ કહ્યું કે અહીં ગેરકાનૂની રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે.
12:46 PM, 23 Mar

ભાજપના મંત્રી સ્વાતી સિંહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના 9 ઉમેદવાર જીતી જશે. જે લોકોને પીએમ મોદી અને સીએમ યોગીની નીતિઓ પર વિશ્વાસ છે તે અમને વોટ આપશે.
12:44 PM, 23 Mar

બીજી તરફ સપા ધારાસભ્ય રામગોપાલ યાદવે કહ્યું હતું કે અમારી પાર્ટીમાંથી કોઇ ક્રોસ વોટિંગ નહીં કરે. જો કે બની શકે ભાજપના ધારાસભ્ય અમારા પક્ષમાં ક્રોસ વોટિંગ કરી લે.
12:30 PM, 23 Mar

રાજા ભૈયાએ ટ્વિટ કરીને કહ્યું કે હું નથી બદલાયો ના જ મારી રાજનૈતિક વિચારધારા બદલાઇ છે. હું અખિલેશ જીની સાથે છું પણ તેનો અર્થ તે નથી કે હું બસપા સાથે છું.
12:26 PM, 23 Mar

યુપીના નિર્દલીય ધારાસભ્ય અમનમણી ત્રિપાઠીએ ભાજપને વોટ આપ્યો
12:22 PM, 23 Mar

બીએસપીના ધારાસભ્યએ જાહેરમાં સ્વીકાર્યું કે તેણે ભાજપને વોટ આપ્યો છે. અનિલ સિંહ આ મામલે મીડિયામાં કહ્યું મારો વોટ તો ભાજપને ગયો છે બીજાનું ખબર નહીં. ચોક્કસથી ક્રોસ વોટિંગના કારણે યુપીની ચૂંટણી રસપ્રદ બની છે.
10:27 AM, 23 Mar

વધુમાં રાજ્યસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ઉત્તર પ્રદેશ વિધાનસભા ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાર્ટીના તમામ ધારાસભ્યા સાથે બેઠક કરી હતી.
10:27 AM, 23 Mar

છત્તીસગઢ રાયપુરમાં પણ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ધારાસભ્યો લાઇન લગાવીને મતદાન પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે.
10:15 AM, 23 Mar

6 રાજ્યોની 25 સીટ માટે મતદાન શરૂ, કોલકત્તામાં ધારાસભ્યો મતદાન કરવા માટે લાઇનમાં જોડાયા
9:31 AM, 23 Mar

રાજ્યસભાની આ ચૂંટણીમાં 6 રાજ્યોની 25 સીટો પર ખરાખરીનો જંગ આજે મતદાનમાં જોવા મળશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણી ભાજપ માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે.
8:44 AM, 23 Mar

યુપીના બાહુબલી વિધાયક વિજય મિશ્રાએ રાજ્યસભાની ચૂંટણીમાં બીએસપીને મત આપવાના બદલે ભાજપને વોટ આપવાની વાત ઉચ્ચારી છે. જો કે તે આવું કરે છે તો યુવીમાં બસપાના ગણિત બગડી શકે છે.
8:35 AM, 23 Mar

આ રાજ્યસભાની ચૂટંણીમાં ક્રોસ વોટિંગ થવાની પૂરેપુરી સંભાવના છે. જે માટે કરીને ભાજપ અને કોંગ્રેસ બંનેએ કવાયત શરૂ કરી છે. અને તેમની પાર્ટીમાંથી કોઇ ક્રોસ વોટિંગ ના કરે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યા છે.
8:22 AM, 23 Mar

આ ઉપરાંત ઝારખંડની બે બેઠકો પર પણ વોટિંગ થશે. એક બેઠક માટે 28 વોટની જરૂર છે. જેમાં ભાજપના 43 અને સહયોગી પાર્ટીના 4 વોટ છે. અને બીજી બેઠક જીતવા ભાજપને 9 વોટની જરૂર છે.
8:19 AM, 23 Mar

ઉત્તરપ્રદેશની 10 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે જે વોટિંગ થશે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જેમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની બેઠકનો પણ સમાવેશ થાય છે. સપાએ તેમાં જયા બચ્ચનને ટિકિટ આપી છે.
7:33 AM, 23 Mar

ગુજરાત માંથી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ માંથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તો કોંગ્રેસ માંથી નારણ રાઠવા, અમી યાજ્ઞિક ચૂંટાયાં છે.
7:33 AM, 23 Mar

રાજ્યસભાની ચૂંટણી જ્યાં થઇ રહી છે. ત્યાં મતદાન માટે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

English summary
Rajya Sabha Election 2018 : Read here live update on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X