For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાજ્યસભા ચૂંટણી વચ્ચે રાજસ્થાનના આમેરમાં ઈન્ટરનેટ બંધ, સુરક્ષા કારણોસર લગાવ્યો પ્રતિબંધ

રાજસ્થાનના જયપુરના આમેર તાલુકામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનના જયપુરના આમેર તાલુકામાં ગુરુવારે રાતે નવ વાગ્યાથી 12 કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં આજે રાજ્યસભા ચૂંટણી માટે મતદાનમાં ભાગ લેવા માટે ઉદયપુરથી જયપુર પાછા આવેલા કોંગ્રેસ અને તેને સમર્થન આપી રહેલા ધારાસભ્યોને આમેલ તાલુકાની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. જયપુરના ડિવિઝનલ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે તાલુકા આમેરમાં પ્રતિરક્ષિત વ્યક્તિઓની અવરજવર અને રોકાણ બંધ છે. વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિરક્ષિત વ્યક્તિઓની સલામતી સામે ગંભીર જોખમ છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.

police

આ સ્થિતિમાં આદેશ મુજબ સમગ્ર આમેર વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. ધારાસભ્યો સાંજથી આમેર તાલુકાની લીલા હોટલમાં રોકાયા છે. તેઓને ઉદયપુરથી લાવવામાં આવ્યા છે અને શુક્રવારે સવારે તમામ ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હોટલમાંથી વિધાનસભા ભવન જશે.

વહીવટીતંત્રના આ પગલા પછી કોંગ્રેસ પર કટાક્ષ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને આમેરના ધારાસભ્ય સતીશ પુનિયાએ એક ટ્વિટમાં કહ્યુ, 'પેપર લીક થવાના ડરને કારણે આમેરમાં ઈન્ટરનેટ બંધ છે.' તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આજે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સ-ટ્રેડિંગના ડરથી બચવા માટે પ્રદેશ કોંગ્રેસ અને તેમના સમર્થક ધારાસભ્યો 2 જૂનથી ઉદયપુરની એક હોટલમાં રોકાયા છે. ગુરુવારે જયપુર એરપોર્ટથી તેઓને આમેર હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અને સમર્થક ધારાસભ્ય સાથે ઉદયપુરથી જયપુર પહોંચેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે એરપોર્ટ પર પત્રકારોને કહ્યુ, 'આ પરંપરા જે ભાજપ કરી રહ્યા છે, અમે ઈચ્છીએ છીએ કે આ વખતે બોધપાઠ લેવો જોઈએ કે ભવિષ્યમાં આવી સ્થિતિ ના આવે. આ વખતે અમે ત્રણેય સીટો જીતી રહ્યા છીએ. કોઈ સમસ્યા નથી અને જૂથ એક છે.'

English summary
Rajya Sabha Election: Internet ban in Amer, Rajasthan due to security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X