For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભા સાંસદ અમરસિંહનુ નિધન, સિંગાપુરમાં ચાલી રહ્યો હતો ઈલાજ

ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનુ આજે સિંગાપુરમાં ઈલાજ દરમિયાન નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનુ આજે સિંગાપુરમાં ઈલાજ દરમિયાન નિધન થઈ ગયુ છે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા અને ઘણા મહિનાઓથી સિંગાપુરમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મુંબઈ મિરરમાં પ્રકાશિત લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે તે આઈસીયુમાં હતા અને તેમનો પરિવાર તેમની સાથે સિંગાપુરમાં જ હતો.

Amar Singh

રાજ્યસભા સાંસદ અમરસિંહ 64 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે.તે છેલ્લા 6 મહિનાથી બિમાર હતા અને સિંગાપુરમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમરસિંહનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. છેલ્લા લગભગ છ મહિનાથી તેમનો સિંગાપુરમાં ઈલાજ ચાલી રહ્યો હતો. તેમનો પરિવાર પણ તેમની સાથે સિંગાપુરમાં જ હતો. અમર સિંહની વર્ષ 2013માં કિડની ખરાબ થઈ ગઈ હતી.

થોડા દિવસો પહેલા પણ તેમના નિધનની અફવાઓ ઉડી હતી પરંતુ અમરસિંહે વીડિયો જારી કરીને કહ્યુ હતુ કે ટાઈગર અભી ઝિંદા હે. ઉત્તર પ્રદેશના કદાવર નેતાઓમાં ગણાતા અમર સિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહ્યા. મુલાયમ સિંહ યાદવાની નજીક ગણાતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે અણબનાવના કારણે તે સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં શામેલ થઈ ગયા હતા.

આ મહિને નહિ વધે LPG સિલિન્ડરના ભાવ, જાણો શું રહેશે કિંમતઆ મહિને નહિ વધે LPG સિલિન્ડરના ભાવ, જાણો શું રહેશે કિંમત

English summary
Rajya Sabha MP Amar Singh dies during treatment in Singapore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X