For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ITIના વિદ્યાર્થીઓને મળશે ઉદ્યોગ કીટ્સ, આ સાંસદે કરી જાહેરાત

પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સતત રાજ્યમાં પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સતત રાજ્યમાં પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત હવે રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહે પંજાબના યુવાનોને રોજગારી તેમજ આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી આ વર્ષે ITIમાં પાસ થનારા દરેક વિદ્યાર્થીને ફ્રી ટૂલ કીટ આપવાની જાહેરાત કરી છે.

Rajya Sabha MP

આ અવસરે વિક્રમજીત સિંહે જણાવ્યું હતું કે, પંજાબમાં વિવિધ ITIમાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને મફત ટૂલ કીટ આપવાના ઉદ્દેશ્યથી તેમના એનજીઓ સન ફાઉન્ડેશન દ્વારા હેન્ડ ટૂલ ઉત્પાદનમાં મોખરે જગદીશ સિંહ સિંઘલ દ્વારા સ્થાપિત ઇસ્ટમેન કાસ્ટ એન્ડ ફોર્જ લિમિટેડના સહયોગથી કામ કરી રહી છે.

વિક્રમજીત સિંહે જણાવ્યું હતું કે, આ કીટ્સ વિદ્યાર્થીઓને ITI માંથી પાસ થયા બાદ નોકરી મેળવવા અને સ્વરોજગાર બનવામાં મદદ કરશે. આ યોજનાથી સમગ્ર પંજાબમાં 15000 થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ યુવાનો માટે દિવાળીની ભેટ છે, જેમના માટે અમે સારા ભવિષ્યની કામના કરીએ છીએ.

આ સાથે રાજ્યસભા સાંસદ વિક્રમજીતે જણાવ્યું હતું કે, અમે પંજાબના દરેક યુવાનોને કૌશલ્ય અને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. પંજાબની તમામ ITI ને સ્થાનિક ઉદ્યોગો અને મોડેલ કારકિર્દી કેન્દ્રો સાથે જોડવામાં આવશે. આ સાથે તેમની NGO સન ફાઉન્ડેશન CII, FICO, CICU, PHD ચેમ્બર ઓફ કોમર્સ વગેરેના સહયોગથી પ્લેસમેન્ટ સેલ સ્થાપશે.

આ પ્રસંગે ઈસ્ટમેન તરફથી રીમા સિંઘલ અને મીનાક્ષી જૈન, FICOના પ્રમુખ ગુરમીત સિંહ કુલાર અને ટાટા પાવરના અપૂર્વા ગુપ્તા હાજર રહ્યા હતા. સાહનીએ આ પ્રયાસમાં શેખર સિંઘલ અને વિજય બંસલના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

English summary
Rajya Sabha MP Vikramjit Singh announced that ITI students will get industry kits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X