For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી સામે અપમાનજનક પોસ્ટ કરવા પર રાજ્યસભાના અધિકારીનુ થયુ ડિમોશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીએ કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરતા તેમની સામે કાર્યવાહી કરીને તેમનુ ડિમોશન કરી દેવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીએ કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ બાબતે રાજ્યસભાના ડેપ્યુટી ડાયરેક્ટર (સુરક્ષા) ઉરજુલ હસન સામે કાર્યવાહી કરીને તેમનુ ડિમોશન કરી દેવામાં આવ્યુ છે. રાજ્યસભા સચિવાલયના નિર્દેશક (ખાનગી)ના સુધાકરણના જણાવ્યા મુજબ સુરક્ષા અધિકારી ઉરજુલ પર આરોપ છે કે તેમણે પીએમ મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સામે અપમાનજનક અને આપત્તિજનક પોસ્ટ કરી હતી.

pm modi

ત્યારબાદથી જ તેમણે સક્રિય રાજનીતિ સાથે જોડાયેલી પોસ્ટ પણ શેર કરી હતી. આનાથી તેમની રાજકીય ગતિવિધિઓમાં સક્રિયતા માલુમ પડે છે. રાજનૈતિક તટસ્થતા જાળવી રાખવામાં નિષ્ફળ રહેવા પર તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. હસન સામે આ બાબતે ફાઈલ કરેલ ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી આદેશ મુજબ સભાપતિ એમ વેંકૈયા નાયડુએ નિયમો હેઠળ કાર્યવાહી કરીને હસનનો હોદ્દો પાંચ વર્ષ માટે ઘટાડીને કનિષ્ઠ શ્રેણીના સુરક્ષા અધિકારી કરવાના નિર્દેશ આપ્યા છે. આ સમય દરમિયાન તેમને વાર્ષિક વેતન વૃદ્ધિનો લાભ નહિ મળે.

હસન સામે આ બાબતે રાજ્યસભા સેવા નિયમ 1957 અને કેન્દ્રીય લોકસેવા (આચરણ)ના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિયમ કર્મચારીઓને એવી ગતિવિધિઓમાં શામેલ થવાથી રોકે છે જે કોઈ પણ સરકારી સેવક માટે કારણ વિનાની છે અને જે રાજકીય ક્રિયાકલાપો સાથે જોડાયેલી છે. ડિમોશનની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગઈ છે. માહિતી મુજબ પાંચ વર્ષનો આ સમય પૂરો થયા બાદ જ તે પોતાના પદ પર પાછા આવી શકશે.

આ પણ વાંચોઃ ફિલ્મ 'મલંગ' જોઈને ભડક્યા CM પૂછ્યુ - શું ગોવામાં થાય છે માત્ર આ ગંદી વાતો?આ પણ વાંચોઃ ફિલ્મ 'મલંગ' જોઈને ભડક્યા CM પૂછ્યુ - શું ગોવામાં થાય છે માત્ર આ ગંદી વાતો?

English summary
Rajya sabha official demoted after derogatory post on pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X