For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 કલાકની દલિલો બાદ રાજ્યસભામાં પણ પાસ થયું સવર્ણ અનામત બિલ

10 કલાકની દલિલો બાદ રાજ્યસભામાં પણ પાસ થયું સવર્ણ અનામત બિલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સવર્ણ અનામત બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. લોકસભામાં 3ના મુકાબલે 323 મતથી પાસ થયા બાદ રાજ્યસભામાં પણ આ બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં 10 કલાક લાંબી ચાલેલ દલિલો બાદ આ બિલ પર મોહર લાગી ગઈ છે. રાજ્યસભામાં 7ના મુકાબલે 165 મતથી આ બિલ પસાર કરાવી દેવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ આર્થિક રીતે નબળા વર્ગોને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણ મળશે.

quota bill

રાજ્યસભાથી 124મા સંવિધાન સંશોધન બિલને વોટિંગ બાદ પાસ કરાવી દેવામાં આવ્યું. રાજ્યસભામાં હવે 124મા સંવિધાન સંશોધન પર વિવિધ સભ્યો તરફથી લાવવામાં આવેલ સંશોધન પ્રસ્તાવો પર વોટિંગ કરવામાં આવ્યું, પરંતુ કોઈપણ સાંસદના સંશોધન પ્રસ્તાવનો સ્વીકાર કરાયો નથી. રાજ્યસામાં અનામત બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર થયેલ વોટિંગમાં પ્રસ્તાવ રદ થઈ ગયો છે. બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાના સમર્થનમાં 18 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 155 વોટ પડ્યા.

રાજ્યમાં આરક્ષણ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે, જે બાદ આ કાયદાનું રૂપ લેશે. વોટિંગ બાદ રાજ્યસભામાં ઉપસભાપતિએ શિયાળુ સત્રમાં થયેલ કામકાજની વિગતો આપતાં સદનની કાર્યવાહીને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચો- 31 જાન્યુઆરીથી ચાલુ થશે બજેટ સત્ર, 13 ફેબ્રુઆરી સુધી ચાલશે

English summary
Rajya Sabha passes the Constitution Bill, 2019 with 165 'ayes'. The bill will provide reservation for economically weaker section of the society.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X