મયંક ગાંધી વિરૂદ્ધ પોલીસ મથક પહોંચી રાખી સાવંત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 એપ્રિલ: મુંબઇ નોર્થ-વેસ્ટ સીટ પરથી લોકસભા ચૂંટણીમાં ઉતરેલી બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મયંક ગાંધી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. રાખી સાવંતે આ ફરિયાદ મયંક ગાંધીએ તેમના પર કરેલી ટિપ્પણી બાદ કરી છે. રાખી સાવંતે કહ્યું હતું કે મયંક ગાંધીની ટિપ્પણીથી ખબર પડે છે કે તે મહિલાઓની ઇજ્જત કરી શકે નહી.

આ પહેલાં 'આપ'ના ઉમેદવાર મયંક ગાંધીએ રાખી સાવંતે ચૂંટણી મેદાનમાં ઉતરતાં પહેલાં કહ્યું હતું કે રાખી સાવંતને તે લોકો જ વોટ આપશે જેમને મજા મારવી હશે. મયંક ગાંધીની આ વાત પર રાખી સાવંતે તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

જો કે બાદમાં મયંક ગાંધી સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે રાખી સાવંત વિશે કહેવામાં આવેલી મારા વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મારો કહેવાનો અર્થ એ હતો કે રાખી સાવંતને સમજદાર મતદારો વોટ નહી આપે કારણ કે રાખી સાવંતનું કોઇ રાજકીય બેકગ્રાઉન્ડ નથી અને ના તો કોઇ રાષ્ટ્રીય એજન્ડા છે.

rakhi-sawant

એવામાં સીરિયસ મતદરો રાખી સાવંતને વોટ નહી આપે. મારી આ વાતને વ્યક્તિગત ન લેવી જોઇએ. રાખીએ મયંક ગાંધી પર પલટવાર કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે 'શું શાજિયા ઇલ્મીને જનતાએ મજા લેવા માટે વોટ આપ્યા હતા?'

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પશ્વિમ મુંબઇથી બૉલીવુડની આઇટમ ગર્લ રાખી સાવંત રાષ્ટ્રીય આમ પાર્ટીની ટિકીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મયંક ગાંધીની વિરૂદ્ધ ચૂંટણી લડી રહી છે.

English summary
Item girl and actor Rakhi Sawant filed an NC complaint against Aam Admi Party (AAP) candidate Mayank Gandhi at Oshiwara police station on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X