કુંડળી કહે છે કે રાખી સાવંત ચોક્કસ પહોંચશે સંસદ

By Pdt. Anuj K. Shukla
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 એપ્રિલ : સિનેમાનો મોટો પરદો હોય કે ટેલિવિઝનનો નાનો પરદો, પોતાની નશીલી અદાઓ અને ચટાકેદાર બોલને કારણે ધૂમ મચાવી દેનારી આઇટમ ગર્લ રાખી સાવંત હવે રાજકીય ક્ષેત્રે પોતાની ધાક જમાવવા માટે પરસેવો પાડી રહી છે.

જ્યોતિષીના મત અનુસાર મુંબઇની નોર્થ વેસ્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી 2014 લડનાર આઇટમ ગર્લ રાખી સાવંત સંસદભવનની સભ્ય ચોક્કસ બની શકશે.

rakhi sawant

આ બેઠક પરથી રાખી સાવંતના હરીફ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના મહાસચિવ ગુરુદાસ કામત, શિવસેનાના ગજાનન કીર્તિકાર, મનસેના મહેશ માંજરેકર, સપાના કમાલ ખાન અને આપના મયંક ગાંધી સાથે થશે.

જ્યોતિષીના મતે રાખી સાવંતનો જન્મ 3 ફેબ્રુઆરી, 1980ના રોજ સવારે 11.07 કલાકે થયો હતો. રાખીનું લગ્ન મેષ છે, જે અગ્નિપ્રધાન રાશિ છે. આ કારણે જ રાખી હોંશિયાર અને હાજરજવાબી છે. રાખીને પરાધીનતા પસંદ નથી. તેઓ હંમેશા વિચારો અને કાર્યોમાં બીજાથી આગળ રહેવા માંગે છે.

રાખીના સ્વભાવ અંગે કહેવાયું છે કે તે નિશ્ચયવાળી અને નેતૃત્વના ગુણો ધરાવે છે. ઉતાવળિયો સ્વભાવ અને ધીરજના અભાવને કારણે ક્યારેક તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. દરેક વાતમાં આપ પોતાનો મત આપવાને બદલે નિર્ણય આપો છો.

વર્તમાન સમયમાં આપની કુંડળીમાં ચંદ્રની દશામાં શુક્રનું અંતર અને રાહુનું પ્રયતંર ચારી રહ્યું છે. ચંદ્ર ચોથા સ્થાનમાં બેસીને પાંચમા ભાવમાં રાહુ, મંગળ તથા ગુરુની સાથે બેસે છે. ચોથો ભાવ સંસદને સંકેતક ભાવ છે. પાંચમો ભાવ નીતિ-ન્યાય અને જનતાનું પ્રતિનિધિત્વ કરાવે છે. ચંદ્ર નબળો હોવાથી ચૂંટણીમાં ભારે સંઘર્ષ કરવો પડશે.

તેમના ગ્રહોની સ્થિત જણાવે છે કે સ્ત્રીઓનો સારો સહયોગ તેમને મળશે. રાહુ એક છાયા ગ્રહ છે. તે જેની સાથે બેસે છે તેવું જ ફળ આપે છે. પાંચમા ભાવમાં ચંદ્ર, ગુરુ અને મંગળની સાથે રાહુ છે જે સારું ફળ આપશે. આથી તેમની વિજયની શક્યતાઓ વધે છે.

English summary
According to Astrologer, Item Girl Rakhi Sawant who is contesting Independent from Mumbai North West seat will get big victory in Lok sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X