Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, ‘બહેનજી માફ કરી દો મને'

રાખીએ પહેલા કહ્યુ હતુ કે તે હરિયાણા પહોંચીને રેબેલને રિંગમાં ફરીથી પડકાર ફેંકશે પરંતુ મીડિયા સામે જ રાખી સાવંત રેબેલની માફી માંગતી જોવા મળી.

બોલિવુડમાં ડ્રામા ક્વીનના નામથી જાણીતી અભિનેત્રી અને આઈટમ ગર્લ રાખી સાવંત એક વાર ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ છે. વિદેશી રેસલર રેબેલે પટક્યા બાદ ઘાયલ થયેલી રાખી સાવંત શુક્રવારે ફરીથી હરિયાણા પહોંચી અને રેબેલ સાથે જ જોવા મળી. રાખીએ પહેલા કહ્યુ હતુ કે તે હરિયાણા પહોંચીને રેબેલને રિંગમાં ફરીથી પડકાર ફેંકશે પરંતુ મીડિયા સામે જ રાખી સાવંત રેબેલની માફી માંગતી જોવા મળી. સ્થળ પર રેસલર ખલી પણ હાજર હતા. રાખીનો માફી માંગતો વીડિયો ખલીએ પોતાના ફેસબુક પેજ પર પણ શેર કર્યો છે.

‘એ મને ડરાવી રહી છે'

‘એ મને ડરાવી રહી છે'

શુક્રવારે હરિયાણાના કરનાલમાં રેસલિંગનો મુકાબલો હતો. આ મુકાબલા પહેલા રાખી કરનાલ પહોંચી અને રોડ શો કર્યો. રોડ શો જોઈને લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે રાખી સાવંત અને તેને પટકનાર રેબેલને એક જ જીપમાં સવાર જોયા. ત્યારબાદ મીડિયા સામે જ રેબેલના પગ પકડીને રાખીએ કહ્યુ, ‘તે મને ખૂબ ડરાવી રહી છે. બહેનજી માફ કરી દો મને.' જો કે ત્યારબાદ રાખીએ કહ્યુ કે રિંગની અંદર તે બંને ફાઈટર છે પરંતુ અહીં એકબીજાના દોસ્ત છે.

રેબેલે રાખીને ઉઠાવીને પટકી

રેબેલે રાખીને ઉઠાવીને પટકી

તમને જણાવી દઈએ કે રવિવારે હરિયાણાના પંચકૂલામાં રેસલિંગની એક મેચ ચાલી રહી હતી જેમાં વિદેશી રેસલર રેબેલે પડકાર આપ્યો કે જો કોઈ ભારતીય મહિલામાં દમ હોય તો તે રિંગમાં આવીને તેનો મુકાબલો કરે. રેબેલના પડકારના જવાબમાં રાખીએ તેને જ ડાંસમાં મુકાબલાની ચેલેન્જ આપી દીધી. ત્યારબાદ બંને રિંગમાં ડાંસ કરવા લાગી અને આ દરમિયાન અચાનક રેબેલે રાખીને ઉઠાવીને પટકી દીધી. ત્યાં હાજર લોકોને ઘણી વાર સુધી ખબર ના પડી કે છેવટે શું થયુ. ત્યારબાદ જ્યારે રાખી ઈજાના કારણે બૂમો પાડવા લાગી ત્યારે સ્ટાફે રિંગની અંદર જઈને રાખીને ઉઠાવી અને હોસ્પિટલ પહોંચાડી. રાખીએ જણાવ્યુ કે તેને કમરમાં ઘણી ઈજા થઈ છે.

‘રેબેલ રિંગમાં એકદમ પાગલ થઈ ગઈ હતી'

‘રેબેલ રિંગમાં એકદમ પાગલ થઈ ગઈ હતી'

રાખીએ મંગળવારે જ વીડિયો જાહેર કરીને કહ્યુ હતુ, ‘મારે એ ફિરંગી રેસલરે ઉપર ઉઠાવીને પટકી, ઘણી વાર સુધી તો તેણે મને હવામાં લટકાવીને રાખી. મારા કમરમાં ઘણી ઈજા છે અને પીડા પણ છે. તે રિંગમાં એકદમ પાગલ થઈ ગઈ હતી, તેને ખબર નથી કે હું બોલિવુડમાંથી છુ. હું તો રેસલર નથી પરંતુ હું તેનાથી બદલો લેવા ઈચ્છુ છુ. હું ઈચ્છુ છુ કે ફોગાટ સિસ્ટર્સ મારો બદલો લે. શું નામ છે તેમના, ગીતા અને બબીતા ફોગાટ. તે આ ફિરંગી રેસલરથી બદલો લે. હું ખલીભાઈને કહેવા ઈચ્છુ છુ કે તે બુલબુલને બોલાવીને તે પાગલ રેસલરથી મારો બદલો લે.'

‘હું મરી પણ જઉ તો લોકોને વિશ્વાસ નહિ થાય'

‘હું મરી પણ જઉ તો લોકોને વિશ્વાસ નહિ થાય'

રાખી સાવંતે પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં તે ઈન્ટરનેશનલ રેસલર ખલી સાથે જોવા મળી રહી હતી. વીડિયોમાં રાખી સાવંતે કહ્યુ, ‘હું કોઈ રેસલર થોડી છુ, હું તો રિંગની અંદર ડાંસ કરવા ગઈ હતી પરંતુ એ રેસલર પાગલ બની ગઈ. મને ઈજા થઈ છે, એ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી, જો હું મરી પણ જઉ તો લોકોને વિશ્વાસ નહિ આવે. તે રેસલરે આ જે કંઈ પણ કર્યુ છે તે તનુશ્રીના કહેવાથી કર્યુ છે. તનુશ્રી ઈચ્છે છે કે હું બોલિવુડમાં ડાંસ ના કરી શકુ, એટલા માટે તેણે રેસલરને પૈસા આપીને મને મરાવી છે. હું એ રેસલરને છોડીશ નહિ. તનુશ્રી દત્તાને પણ હું છોડવાની નથી.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X