For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ram Mandir Ayodhya: રામ મંદિરના નિર્માણમાં આવશે 1100 કરોડનો ખર્ચ, ખજાનચીએ આપી મહત્વની માહિતી

અયોધ્યામાં રામ મંદિર પરિસરનુ નિર્માણ, મુખ્ય સંરચના સહિત લગભગ બધી પરિયોજનાઓ પૂરી થવામાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનુ અનુમાન છે.

|
Google Oneindia Gujarati News

Ram Mandir/Ram Temple Ayodhya update news: અયોધ્યામાં રામ મંદિર પરિસરનુ નિર્માણ, મુખ્ય સંરચના સહિત લગભગ બધી પરિયોજનાઓ પૂરી થવામાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનુ અનુમાન છે. આમાં મુખ્ય ઢાંચાનો ખર્ચ પણ શામેલ છે. ટ્રસ્ટના ખજાનચીએ કહ્યુ છે કે રામ મંદિર બનાવવામાં લગભગ સાડા ત્રણ વર્ષને સમય લાગશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટા ખજાનચી સ્વામી રામ ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યુ કે મુખ્ય રામ મંદિરના નિર્માણની કિંમત 300થી 400 કરોડ આંકવામાં આવી છે. જ્યારે આખા પરિસરના નિર્માણ પર 1100 કરોડ રૂપિયાથી ઓછો ખર્ચ નહિ આવે.

ram mandir

દેશના ઘણા પ્રતિષ્ઠિત IIT દિગ્ગજ રામ મંદિર બનાવવામાં લાગ્યા

ખજાનચી સ્વામી રામ ગોવિંદ દેવ ગિરિજી મહારાજના જણાવ્યા મુજબ રામ મંદિરનો મજબૂત ઢાંચો બનાવવામાં દેશમાં ઘણા પ્રતિષ્ઠિત આઈઆઈટી લાગેલા છે. તેમણે કહ્યુ કે સંરચનાત્મક વિશેષજ્ઞ અને એન્જિનિયર મંદિરનો પાયો અને આધારશિલા માટે ઢાંચા માટે એક વ્યાપક યોજના પર કામ કરી રહ્યા છે. ખજાનચીએ સોમવાર(28 ડિસેમ્બર) આ માહિતી આપી. તેમણે કહ્યુ કે આઈઆઈટી દિલ્લી, મદ્રાસ, ગુવાહાટી, બૉમ્બે અને કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થાન, રૂડકીના વિશેષજ્ઞો અને એલએન્ડટી તેમજ ટાટા જૂથના એન્જિનિયર રામ મંદિરના પરિસરના મજબૂત આધારના પ્લાનિંગ પર કામ કરી રહ્યા છે.

રામ મંદિરનુ નિર્માણ થયુ શરૂ

ગિરિજી મહારાજે કહ્યુ કે રામ મંદિરનુ નિર્માણ શરૂ થઈ ગયુ છે. આને બનવામાં લગભગ સાડા ત્રણ વર્ષનો સમય લાગી જશે. તેમણે એ પણ માહિતી આપી છે કે મંદિરની આધારશિલાના વિકલ્પો પર આજે(મંગળવાર 20 ડિસેમ્બર) ચર્ચા થશે અને ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. ગિરિજી મહારાજે કહ્યુ છે કે અમે 4 લાખ ગામો અને 11 કરોડ પરિવારો સુધી પહોંચી રહ્યા છે જથી આ પહેલમાં સમાજના દરેક વર્ગની ભાગીદારી થઈ શકે. તેમણે કહ્યુ છે કે મંદિરના નિર્માણ માટે વ્યાપક સ્તરે સંપર્ક અને પૈસા એકઠા કરવા પર કામ કરવામાં આવી રહ્યુ છે અને આ અભિયાનની શરૂઆત પણ અમે જલ્દી કરીશુ.

અર્નબ ગોસ્વામીની થઈ શકે છે ધરપકડ, TRP મામલે લાંચ આપવાનો આરોપઅર્નબ ગોસ્વામીની થઈ શકે છે ધરપકડ, TRP મામલે લાંચ આપવાનો આરોપ

English summary
Ram Mandir Ayodhya: Ram Temple construction likely to cost 1,100 crore says trust official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X