For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે રામલલાને પહેરાવાશે લીલા રંગનો પોષાક, જાણો કેમ

શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જવાબ આપીને સ્પષ્ટ કર્યુ કે રામલલાના પરિધાનનો રંગ લીલો કેમ?

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ ભગવાન રામની અયોધ્યા નગરી સજધજીને તૈયાર છે. દરેજ જણ 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આયોજિત ભૂમિ પૂજન માટે ઉત્સાહિત છે. વળી, અમુક લોકો પૂજન સંબંધિત તૈયારીઓ વિશે મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પહેલા જ્યાં ભૂમિ પૂજનના મુહૂર્ત પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા ત્યારે હવે રામલલ્લાને આ ખાસ પ્રસંગે પહેરાવવા આવનાર પોષાકના રંગ વિશે સવાલ ઉઠાવી રહ્યા છે. જેના પર શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જવાબ આપીને સ્પષ્ટ કર્યુ કે રામલલાના પરિધાનનો રંગ લીલો કેમ?

આનો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી

આનો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી

અયોધ્યા શ્રીરામ મંદિર તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મીડિયાને સંબોધિત કરીને જણાવ્યુ કે આ વિશેષ અવસર પર ભગવાન રામને લીલા રંગનો પોષાક પહેરાવવામાં આવશે તેના પર વિવાદ થઈ રહ્યો છે. આને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી. મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ કે અમુક લોકો રામલલાના લીલા વસ્ત્ર પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

જાણો મંદિર ટ્રસ્ટને શું આપ્યો જવાબ

જાણો મંદિર ટ્રસ્ટને શું આપ્યો જવાબ

ચંપત રાયે આના પર જવાબ આપીને કહ્યુ કે આ તો અહીંની પરંપરા છે અને સદીઓથી ચાલતી આવે છે. તેમણે કહ્યુ કે આવી વાતો ઉઠાવવી બૌદ્ધિક દેવાળીયાપણુ છે. તેમણે સવાલ કર્યો કે આ વૃક્ષોની હરિયાળી ઈસ્લામ છે? લીલા શાકભાજી શું ઈસ્લામનુ ભોજન છે? આ તો ભારત અને દુનિયાની સમૃદ્ધિ અને ખુશહાલીનુ પ્રતીક છે. આને આગળ ન વધારવુ જોઈએ. મહાસચિવ ચંપત રાયે કહ્યુ કે પૂજારી નક્કીકરે છે કે ભગવાન રામ માટે કયા દિવસે, કયા રંગના કપડા હશે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. લીલો રંગ સમૃદ્ધિનુ પ્રતીક છે, હરિયાળીનુ, ખુશીઓનુ પ્રતીક છે.

આ વિશેષ દિવસે પહેરાવાય છે લીલા વસ્ત્ર

આ વિશેષ દિવસે પહેરાવાય છે લીલા વસ્ત્ર

તમને જણાવી દઈએ કે ભૂમિ પૂજનના દિવસે બુધવાર આવી રહ્યો છે અને આ દિવસનો રંગ લીલો જ હોય છે અને વર્ષોથી રામલલાને દિવસના રંગો અનુસાર જ એ રંગના પરિધાન પહેરાવવામાં આવે છે. ચંપત રાયે જણાવ્યુ કે આ વર્ષો જૂની પરંપરા છે અને રામ લલા કયા રંગના વસ્ત્રો પહેરે એ મંદિરના પૂજારી જ નિર્ધારિત કરે છે.

નવરત્ન જડિત વસ્ત્રોને પહેરાવવામાં આવશે

નવરત્ન જડિત વસ્ત્રોને પહેરાવવામાં આવશે

તમને જણાવી દઈએ કે ભૂમિ પૂજનના દિવસે રામલલાને લીલા અને કેસરિયા રંગના નવરત્ન જડિત વસ્ત્રો પહેરાવવામાં આવશે. વળી, રામ જન્મભૂમિ પર વિરાજમાન રામલલા માટે રોજ અલગ અલગ રંગના પોશાક બનાવવામાં આવ્યા છે જેને દિવસના હિસાબે ધારણ કરાવવામાં આવશે. 5 ઓગસ્ટે ભૂમિ પૂજનના દિવસે રામલલાના બે વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે. પહેલુ નવ રત્નોથી જડિત છે જેમાં એક લીલુ વસ્ત્ર અને બીજુ કેસરિયા રંગનુ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યુ છે. એટલે કે ઈતિહાસમાં આવુ પહેલી વાર થશે જ્યારે રામલલા એક દિવસમાં બે વસ્ત્રો ધારણ કરશે. ભગવાન રામ માટે પોષાક તૈયાર કરનાર દરજી ભગવત પ્રસાદે જણાવ્યુ કે પંડિત કલ્કિએ રામના પોષાક માટે ઑર્ડર આપ્યો હતો.

પીએમ મોદી પોસ્ટની ટિકિટનુ પણ અનાવરણ કરશે

પીએમ મોદી પોસ્ટની ટિકિટનુ પણ અનાવરણ કરશે

ચંપત રાયે કહ્યુ કે અસ્થાયી મંદિરમાં રામલલાની પૂજા ઉપરાંત આ અવસર પર શિલાપટ્ટનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનાવરણ કરશે. આ અવસરે મંદિરના નવા મૉડલની પાંચ રૂપિયાની ટિકિટનુ પણ અનાવરણ થશે. આ ઉપરાંત પીએમ મોદી હનુમાનગઢીમાં પારિજાતના છોડ રોપશે. ચંપક રાયે જણાવ્યુ કે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મુખ્ય યજમાન અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ હાજર રહેશે.

Ayodhya Ram Mandir: માત્ર 32 સેકન્ડમાં PM મોદીએ મૂકવી પડશે પહેલી ઈંટ, જાણો કેમ?Ayodhya Ram Mandir: માત્ર 32 સેકન્ડમાં PM મોદીએ મૂકવી પડશે પહેલી ઈંટ, જાણો કેમ?

English summary
Ram Mandir Bhumi Pujan: why Ramlalla will be worn green dress? know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X