રાજનાથ સિંહે નકાર્યું, રામ મંદિર નથી અમારો ચૂંટણી મુદ્દો

નરેન્દ્ર મોદીના ખાસ અને ઉત્તર પ્રદેશમાં પાર્ટી મામલાના પ્રભારી અમિત શાહે અયોધ્યામાં શુક્રવારે અસ્થાઇ રામ મંદિરના દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે 'મેં પ્રાર્થના કરી છે કે અમે સાથે મળીને બને તેટલી જલદી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરશે અને ભગવાન રામને તેમના યોગ્ય સ્થાન પર સ્થાપિત કરીશું.' પવિત્ર શહેર અમૃતસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ પર બીજેપીને સાંપ્રદાયિક ગણાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
સિંહે જણાવ્યું કે 'ભાજપા એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે, કોંગ્રેસની જેમ અમે લોકોમાં કોઇ વિભાજન કરવા નથી માંગતા. કોંગ્રેસ સાંપ્રદાયિક લાઇન પર કામ કરી રહ્યું છે.' આગામી લોકસભા ચૂંટણીમાં અમૃતસરથી ઉમેદવાર કોણ હશે, આ અંગે પૂછવા પર તેમણે કહ્યું કે વર્તમાન સાંસદ નજોત સિંહ સિદ્ધૂ ચૂંટણી લડશે.
તેમણે જણાવ્યું કે 'સિદ્ધૂ હંમેશાથી બીજેપીના સ્ટાર પ્રચારક રહ્યા છે. પાર્ટી તેમને ક્યારેય અલગ ના કરી શકે.' જોકે આ દરમિયાન ત્યાં સિદ્ધૂની ગેરહાજરી સ્પષ્ટપણે જોઇ શકાય છે.
સુવર્ણ મંદિરની યાત્રા દરમિયાન બીજેપી અધ્યક્ષની સાથે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમાર પણ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
