For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ, કિલ્લામાં ફેરવાઈ રામનગરી, હજારો શિવ સૈનિક પહોંચ્યા

અયોધ્યામાં શિવસેના અને વિશ્વ હિંદુના ધર્મસભા અંગે રામનગરી કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. હજારોની સંખ્યામાં શિવસૈનિક અને વીએચપી કાર્યકર્તા અયોધ્યા પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં શિવસેના અને વિશ્વ હિંદુના ધર્મસભા અંગે રામનગરી કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. હજારોની સંખ્યામાં શિવસૈનિક અને વીએચપી કાર્યકર્તા અયોધ્યા પહોંચ્યા છે. વળી, પ્રશાસન માટે સુરક્ષા પડકાર બની ગઈ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ રવિવારે ધર્મસભાનું આયોજન કરવા જઈ રહી છે જ્યારે શનિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અહીં રામ મંદિર નિર્માણ અંગે સભા કરવાના છે.

આ પણ વાંચોઃ શિવરાજ સિંહઃ 'વો તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો મામા હી આએગા'આ પણ વાંચોઃ શિવરાજ સિંહઃ 'વો તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો મામા હી આએગા'

હજારોની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોંચ્યા

હજારોની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોંચ્યા

શિવસેનાના કાર્યક્રમ માટે હજારોની સંખ્યામાં દેશભરમાંથી શિવસૈનિક અયોધ્યામાં પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાની ઉપસ્થિતિને જોતા ભારો સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રામનગરીનો વાતાવરણ ગરમાયેલુ છે. અયોધ્યામાં એક વાર ફરીથી ડિસેમ્બર 1992 જેવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે.

એડીજીપી સ્તરના અધિકારીએ સંભાળી સુરક્ષા

એડીજીપી સ્તરના અધિકારીએ સંભાળી સુરક્ષા

અયોધ્યામાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સેંકડોની સંખ્યામાં પોલિસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. શહેરની સુરક્ષાની જવાબદારી એડીજીપી સ્તરના પોલિસ અધિકારીને સોંપી દેવામાં આવી છે. આ ઉપરાંત 3SSP, 10ASP, 21DSP, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, PAC ની 42 કંપની, RAF ની 5 કંપની, ATS કમાન્ડોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના ખૂણે ખૂણે સુરક્ષાબળો તૈનાત છે. વળી, ડ્રોન કેમેરાની મદદથી દરેક જગ્યાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ અયોધ્યા

અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ અયોધ્યા

અયોધ્યામાં શાંતિ અને વ્યવસ્થા બગડે નહિ તેના માટે પ્રશાસન પણ ખડેપગે છે. પ્રશાસનના કસ્બાને 7 ઝોન અને 15 સેક્ટરોમાં વહેંચવામાં આવ્યુ છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન અને સુરક્ષાબળો તૈયાર છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શિવાજીના જન્મસ્થાનની માટી અંગે શનિવારે લગભગ બપોરે 2 વાગે અયોધ્યા પહોંચશે. વીએચપી અને સંઘ કાર્યકર્તા પણ રવિવારે યોજાનાર ધર્મસભા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. તેઓ પોતાના કાર્યક્રમ દ્વારા સરકાર પર રામ મંદિર નિર્માણ માટે દબાણ કરશે.

ઉદ્ધવ કરશે રામ મંદિરની હુંકાર

ઉદ્ધવ કરશે રામ મંદિરની હુંકાર

શનિવારે ઉદ્ધવ ઠાકરે રામ મંદિર નિર્માણન હુંકાર કરવા માટે અયોધ્યાના પૂજારીઓ અને સાધુ સંતો સાથે બેઠક પણ કરશે. ‘દરેક હિંદુની એ પોકાર પહેલા મંદિર પછી સરકાર'. શિવસેના આ સૂત્રથી કેન્દ્ર સરકાર પર મંદિર નિર્માણનું દબાણ કરી રહી છે. ઠાકરેએ કહ્યુ છે કે જ્યાં સુધી રામ મંદિર નહિ બને ત્યાં સુધી સરકાર પણ નહિ બને. ઉદ્ધય અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા સાથે સરયુ તટ પર પૂજા-અર્ચના પણ કરશે.

આ પણ વાંચોઃપીએમ મોદી-રાહુલ ગાંધીની રેલીઓમાં વધ્યુ ઉમેદવારોનું 'ખીસ્સાનું ટેન્શન'આ પણ વાંચોઃપીએમ મોદી-રાહુલ ગાંધીની રેલીઓમાં વધ્યુ ઉમેદવારોનું 'ખીસ્સાનું ટેન્શન'

English summary
Ram Mandir Row: Shiv Sena, VHP set for massive show of strength; both mobilise Cadre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X