મોટો ખુલાસો: રામ રહીમના ડેરામાં થતો હતો અંગોને વેપાર?

Written By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમના જેલમાં ગયા પછી અનેક ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આ વચ્ચે ડેરા મામલે એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ જાણવા મળ્યું છે કે રામ રહીમ ડેરામાં અંગોના વેપારનું કામ પણ કરતો હતો. વર્ષોથી રામ રહીમ વિરુદ્ધ મોર્ચો ખોલનાર બલજીત સિંહે જણાવ્યું કે રામ રહીમ લોકોને અંગદાન કરવા માટે કહેતો હતો. લોકો અંગદાન કરતા હતા તો તેમના અનેક અંગ નીકાળી લેવામાં આવતા હતા. આ વાત ડેરાથી નીકળેલા લોકોએ પણ જણાવી છે. બલજીત સિંહે કહ્યું કે બાબાથી પરેશાન લોકો અમારા ગુરુદ્વારામાં આવતા હતા. લોકોએ જણાવ્યું કે ડેરામાં અનેક સાધ્વી છે જેમની સાથે ખોટું કામ થતું હતું.

ram rahim

કોર્ટે હજી સુધી ખાલી બે જ સાધ્વીની ફરિયાદ પર કાર્યવાહી કરી છે. ડેરામાં રહેતા અનેક પરિવારે પણ મારી પાસે આવીને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે હું આવા પાખંડી બાબાઓની સચ્ચાઇ લોકોને જણાવું છું. તેમણે કહ્યું કે મેં જ 1997માં કહ્યું હતું કે ગુરમીત રામ રહીમ પાખંડી અને બળાત્કારી છે. અને તે ડેરામાં ખોટા કામ કરે છે. હવે તેની સચ્ચાઇ લોકો સામે આવી છે. ડેરા પ્રમુખના ઇશારે મારે પર અનેક કેસ પણ કરવામાં આવ્યા છે.

English summary
ram rahim used to sell human organs claims baljeet singh.
Please Wait while comments are loading...