For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેના માટે તૈયાર મેક ઈન ઈન્ડિયા બુલેટ પ્રૂફ જેકેટ, એકે 47ની ગોળીઓ પણ થશે બેઅસર

એકે 47 અને ઈંસાસ રાયફલોની ગોળીઓ ઝેલવામાં સક્ષમ બુલેટ પ્રૂફ જેકેટનુ દેશમાં ઉત્પાદન શરૂ થઈ ગયુ છે જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાથી પણ સારુ છે.

|
Google Oneindia Gujarati News

એકે 47 અને ઈંસાસ રાયફલોની ગોળીઓ ઝેલવામાં સક્ષમ બુલેટ પ્રૂફ જેકેટનુ દેશમાં ઉત્પાદન શરૂ થઈ ગયુ છે જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાથી પણ સારુ છે. ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપતા જણાવ્યુ કે ભારતીય માનક બ્યુરોએ બુલેટ પ્રૂફ જેકેટ માટે માનક તૈયાર કર્યા છે જેમાં ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરથી બેહતર જોવા મળી આવી છે. આની ગુણવત્તા અમેરિકા, ઈંગ્લેન્ડ અને જર્મનીની બરાબર છે. તેમણે જણાવ્યુ કે આ જેકેટ લગભગ 50 ટકા સસ્તુ છે અને આની નિકાસ પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે આ પ્રકારના 3.5 લાખ જેકેટ્સની માંગ છે.

paswan

પાસવાને પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે બીઆઈએસે બુલેટ પ્રૂફ જેકેટ પર એક રાષ્ટ્રીય માનક તૈયાર કર્યા છે જેનાથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યુ કે આ જેકેટોનુ વજન 5.5 કિલોગ્રામથી 10 કિલોગ્રામ સુધી હોય છે જે અન્ય જેકેટની તુલનામાં લગભગ અડધુ હોય છે. અને આમાં ત્વરિત રિલીઝ સિસ્ટમ પણ હોય છે. કિંમતો લગભગ 70,000 રૂપિયા પ્રતિ જેકેટની છે. બીઆઈએસ માનકને ગૃહ મંત્રાલય અને નીતિ પંચના નિર્દેશ પર તૈયાર કરવામાં આવ્યા છે. આ માનકોથી ભારતીય સશસ્ત્ર બળો, અર્ધસૈનિક બળો અને રાજ્ય પોલિસ બળોની લાંબા સમયથી પેન્ડીંગ જરૂરિયાતો પૂરી થવાની આશા છે અને તેની ખરીદ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં મદદ મળશે.

હાલમાં બે સાર્વજનિક ઉપક્રમ મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (મિધાની-હૈદરાબાદ) અને ઑર્ડિનન્સ ક્લોધિંગ ફેક્ટરી (અવાડી) અને ખાનગી કંપની એસએમપી (પલવલ) એમકેયુ (કાનપુર), સ્ટારવાયર (ફરીદાબાદ) બીઆઈએસ માનદંડો અનુસાર બુલેટ પ્રૂફ જેકેટનુ નિર્માણ કરી રહ્યા છે. સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, સીઆઈએસએફ, એનએસજી સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ બળોએ ભારતીય માનકો અનુસાર બુલેટ પ્રૂફ જેકેટની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી છે.
છ લેવલનુ પ્રોટેક્શન
પાસવાને કહ્યુ કે, આ જેકેટમાં છ લેવલનુ પ્રોટેક્શન છે. જેકેટનુ વજન દસ કિલો છે પરંતુ વેટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કારણે જવાનને પહેર્યા બાદ આનુ વજન પાંચ કિલો જ અનુભવાશે. તમને જણાવી દઈએ કે પહેલા જેકેટમાં સ્ટીલ પ્લેટ લાગેલી હોતી હતી પરંતુ હવે આમાં બોરોન કાર્બાઈડ પ્લેટ્સ લાગેલી છે જેનાથી વજન ઘટી ગયુ છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે ડિસેમ્બર 2018માં જેકેટ માટે સ્ટાડન્ડર્ડ નોટિફાઈ થયુ હતુ. વળી, તેમણે જણાવ્યુ કે આનો ઉપયોગ બધી ફોર્સ કરી શકશે. આનુ અમુક મટીરિયલ બહારથી આવ્યુ છે પરંતુ પ્રોસેસિંગ ભારતમાં થઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ ગે પાર્ટનરે સંબંધ બનાવ્યા બાદ કરી હતી ઈસરો વૈજ્ઞાનિકની હત્યાઆ પણ વાંચોઃ ગે પાર્ટનરે સંબંધ બનાવ્યા બાદ કરી હતી ઈસરો વૈજ્ઞાનિકની હત્યા

English summary
Union Minister Ram Vilas Paswan showcased Bullet Resistant Jackets made under ‘Make in India' initiative.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X