For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ વ્યક્તિ નહીં જીવન જીવવાની રીત હતા-રાહુલ ગાંધી

રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસને ફરીથી બેઠો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં પહોંચી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસને ફરીથી બેઠો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં પહોંચી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સતત બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ રામનું નામ લઈને બીજેપી પર પ્રહારો કર્યા હતા.

Ram

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં રામને યાદ કર્યા અને કહ્યું કે, એક પંડિતજીએ કહ્યું કે ભગવાન રામ તપસ્વી હતા. તેમણે પોતાનું આખું જીવન તપસ્યામાં આપી દીધું. તે એક વ્યક્તિ નહી, પરંતુ જીવન જીવવાનો માર્ગ હતા.

હિન્દુત્વને લઈને રાહુલ ગાંધી રાજનીતિ તેજ કરી રહ્યા છે ત્યારે તેમણે કહ્યુ કે, ભગવાન રામે સમગ્ર વિશ્વને પ્રેમ, સન્માન, તપસ્યા દેખાડી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જ કારણ છે કે આ યાત્રામાં કોઈ થાકતું નથી. આ દેશનો પ્રવાસ છે. આ દરમિયાન તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ મુલાકાત દરમિયાન હું દરેક ક્ષેત્રના લોકોને મળી રહ્યો છું. ભાજપથી કોઈ ખુશ નથી. ખેડૂત કહી રહ્યો છે કે તેને યુરિયા મળતું નથી. જ્યારે વેપારી કહી રહ્યા છે કે નોટબંધી અને GSTએ તેમનો ધંધો બંધ કરાવ્યો છે.

ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર બાદ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. ત્યારબાદ હરિયાણા અને દિલ્હી જશે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપ પર ધર્મના નામે લડાઈ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના લોકો એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવે છે.

English summary
Ram was not a person but a way of life-Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X