Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેદારનાથ નજીક આવેલું રામબાડા નકશામાંથી ગાયબ!

હરિદ્વાર, 27 જૂન: ઉત્તરાખંડના કેદારનાથમાં કુદરતી વિનાશલીલાની એવી પટકથા લખી છે કે તેનો ખૌફ હજુ સુધી લોકોના ચહેરા પર સ્પષ્ટપણે નજરે પડે છે. કેદારનાથ નજીક આવેલા રામબાડા પ્રવાસીમાં ખૂબ ચર્ચિત છે. પ્રવાસીઓ અહીં રોકાવવા ઉપરાંત ટ્રેકિંગ કરવાનું પણ પસંદ કરે છે.

આ સ્થળ જલપ્રલયમાં સંપૂર્ણ રીતે બરબાદ થયું હોવાની ચર્ચા છે. આ સ્થળ સુંદરતા ઉપરાંત કેદારનાથ અને ગૌરીકુંડમાં ટ્રેકિંગને લઇને પણ ચર્ચામાં રહે છે. 16 અને 17 જૂનના રોજ જલપ્રલય દરમિયાન રામબાડામાં કંઇક નિશાન બચ્યાં નથી. બધુ જ બરબાદ થઇ ગયું છે. નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર કેદારનાથમાં તો કંઇ જોવા મળે છે પરંતુ રામબાડામાં કંઇપણ જોવા મળતું નથી. નકશામાંથી તેનું નામોનિશાન ભૂંસાઇ ગયું છે.

uttarakhand

અહીં લગભગ 150 દુકાનો હતી અને પાંચ હોટલો હતી જ્યાં પ્રવાસીઓ રોકાતા હતા. હવે અહીં કંઇપણ જોવા મળતું નથી, બધુ જ પાણીમાં વહી ગયું છે. જ્યારે આ વિસ્તારમાં પાણી પ્રવાહ આવ્યો તો ધરતીથી તેની ઉંચાઇ 10 ફૂટની હતી જેમાં બધુ જ વહી ગયું. અહી કાટમાળ જોવા મળે છે. આ કાટમાળમાં કેટલીય લાશો સહિત કેટલીક વસ્તુઓ મળશે. અહીં સન્નાટો પ્રસરેલો છે જેમાં બરબાદીનું દ્રશ્ય સ્પષ્ટ જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X