For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપાલનું માઓવાદીઓ સાથે કનેક્શન, કોર્ટે રદ કર્યા જામીન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 નવેમ્બર: આસ્થાના નામ પર હજારો લોકોને દગો આપ્યા બાદ જે પ્રકારે સંત રામપાલ વિશે એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે તે ખૂબ ચોંકાવનારા છે. હિસારમાં રામપાલના આશ્રમમાંથી ખૂની જંગ બાદ હરિયાણા પોલીસની પકડમાં આવેલા રામપાલનું માઓવાદીઓ સાથે કનેક્શન છે. હરિયાણા પોલીસનું કહેવું છે કે રામપાલનું માઓવાદીઓ સાથે કનેક્શન હોવાના નક્કર પુરાવા મળ્યા છે. તો બીજી તરફ રામપાલની જામીન અરજીને રદ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રામપાલે તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને કોર્ટમાં હાજર ન થવા માટે સમર્થકોનો સહારો લીધો. પરંતુ બુધવારે રાત્રે ધરપકડ કર્યા બાદ તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં ડોક્ટરોએ તેને સંપૂર્ણપણે સ્વસ્થ ગણાવ્યા છે. તમને જણાવી દઇએ કે રામપાલની તબિયત ખરાબ હોવાના લીધે તેને ધરપકડ કરતી વખતે ત્રણ એંબુલન્સ લઇને ગઇ હતી. પરંતુ સંપૂર્ણપણે સ્વસ્થ્ય રામપાલ પોતે ચાલીને બહાર આવ્યા હતા.

sant-rampal

ઓગષ્ટ મહિનામાં હરિયાણા પોલીસે મહાવીર સકલાની નામના વ્યક્તિને ધરપકડ કરી હતી જો કે માનવામાં આવી રહ્યું છે કે માઓવાદીઓના સબ-એરિયા કમાંડેંટ છે. ગુડગાંવમાં ધરપકડ થતાં પહેલાં સકલાની રામપાલ બરવાલા આશ્રમમાં રહી રહ્યાં છે.

મંગળવારે રામપાલના આશ્રમને સીઝ કર્યા બાદ હરિયાણા પોલીસે સકલાનીથી આશ્રમના નકશા અને રામપાલના સમર્થકોના રણનિતી વિશે પૂછપરછ શરૂ કરી દિધી હતી. ગુપ્તચર વિભાગના સૂત્રોનું કહેવું છે કે સકલાનીએ રામપાલના સમર્થકોને પેટ્રોલ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી હતી. સકલાની ઉત્તરી બિહારમાં માઓવાદી સંગઠનના મુખિયાના રૂપમાં કાર્યર્ત હતા. નેપાળ ભાગતાં પહેલાં તે ઝારખંડમાં પણ ઘણી ક્રિમિનલ ગતિવિધિઓને અંજામ આપી ચૂક્યા છે.

English summary
Haryana police claims that Controversial sant rampal has maoist link, high court cancels his bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X