ઇદે વધારી દેશ-દુનિયાની રોનક, જુઓ તસવીરો
દિલ્હીમાં ગુરુવારે સાંજે ચાંદના દિદાર થયા, આ સાથે ધૂમધામ સાથે દેશભરમાં શુક્રવારે ઇદ મનાવવામાં આવી રહી છે. જામા મસ્જિદના શાહી ઇમામે ચાંદના દિદાર થયા હોવાની પૃષ્ટિ કરી છે. દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ચાંદ દેખાયો છે. જામા મસ્જિદના શાહી ઇમામે શુક્રવારે ઇદ મનાવવામાં આવે તેવી ઘોષણા કરી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં પણ ચાંદ દેખાયો હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. ઇદના અવસરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇદની શુભકામનાઓ પાઠવી છે.
ભારત સહિત અનેક દેશોમાં આજે શુક્રવારે ઇદ મનાવવામાં આવી રહી છે. બજારોમાં રોનક છવાયેલી છે. લોકો ખરીદીમાં લાગેલા છે. મસ્જિદોમાં તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે. લખનઉ, બેંગ્લોર, જમ્મૂ, દિલ્હી, અલીગઢ, મેરઠ, હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં ઇદના પગલે નમાજ માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઇદને લઇને કેવી છે દેશ અને દુનિયામા રોનક.

હૈદરાબાદમાં રોજા ઇફ્તાર
આ તસવીર હૈદરાબાદમાં રોજા ઇફ્તારની છે, જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો સાંજના સમયે નમાજ અદા કરતા પહેલા રોજા ખોલી રહ્યાં છે.

બારાબંકીમાં ઇફ્તાર પાર્ટી
લખનઉથી અંદાજે 30 કિમી દૂર સ્થિત બારબંકીમાં ઇફ્તાર પાર્ટી માટે માર્ગો પર રોશની ગોઠવવામાં આવી છે.

જોધપુરમાં આવી રીતે દેખાયો ચાંદ
આ વર્ષે જોધપુરમાં કંઇક આ પ્રકારે લોકોએ ઇદના ચાંદના દિદાર કર્યા અને રમજાન શરૂ થયાની મુબારકબાદ આપી હતી.

કોલકતામાં નમાજ
આ તસવીર કોલકતાની છે, જ્યાં મુસ્લિમ જુમેની નમાજ અદા કરી રહ્યાં છે.

અજમેરમાં ઇફ્તાર પાર્ટી
અજમેરમાં આયોજિત આ ઇફ્તાર પાર્ટીમાં એક હજારથી વધુ લોકોએ હાજરી આપી અને એક સાથે રોજો ખોલ્યો.

નમાજ વાંચતા મુસ્લિમ
કોલકતામાં માર્ગો પર નમાજ વાંચતા મુસ્લિમ. વરસાદ પણ તેમને નમાન અદા કરતા રોકી શક્યો નહીં.

લખનઉમાં ઇફ્તાર પાર્ટી
આ તસવીર ગયા વર્ષે યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવના ઘર પર આયોજિત ઇફ્તાર પાર્ટીની છે, જે લખનઉ વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ છાત્ર નેતા દાનિશ સિદ્દીકીએ અમને મોકલાવી હતી.

અજમેરમાં નમાજ
રમજાન મુબારક પર અજમેરમાં કંઇક આ પ્રકારે રોનક જોવા મળી, જ્યાં મુસ્લિમ નમાજ અદા કરી રહ્યાં છે.

બાંગ્લાદેશમાં ઘરે જવાની ઉતવાળ
ઇદના એક દિવસ પહેલા બાંગ્લાદેશની રાજધાની ઢાકાનો આ નજારો છે, જ્યાં ટ્રેનમાં પગ રાખવાની જગા નથી.

ઢાકા સ્ટેશન
આ તસવીર ઢાકા સ્ટેશનની છે. જ્યાં લોકો ટ્રેનોની છત પર એ રીતે બેસી ગયા કે ટ્રેન પર દેખાતી નહોતી.

ઇદ પર ઘરે જતા લોકો
બાંગ્લાદેશમાં જ્યારે ટ્રેન ચાલી તો કંઇક આ નજારો પુલ પર જોવા મળ્યો.

હિંમતનો જવાબ નહીં
ઢાકામાં વધતી જનસંખ્યાનો અંદાજો આ તસવીરથી લગાવી શકાય છે, પરંતુ આ યુવતીની હિંમતનો જવાબ નથી.

લાંબી કતાર
કોલકતાના માર્ગો પર આ નજારો દર રમજાનમાં જોવા મળે છે, જ્યાં સેંકડો લોકો લાંબી કતારોમાં નમાજ વાંચે છે.

ખરીદીનો સમય
દેશભરમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહેંદી
મહેંદી જ્યારે હાથોની રોનક બની ત્યારે કંઇક આવો નજારો જોવા મળ્યો.

ઇદ મુબારક
ઇદ મુબારક કહેતી મુરાદાબાદની મહિલાઓ

સેવૈયા
દેશભરના દરેક શહેરમાં સેવૈયા તૈયાર છે. શુક્રવારે તમે પણ તેનો સ્વાદ લઇ શકો છો.

મહિલાઓ ખરીદીમાં વ્યસ્ત
મુસ્લિમ મહિલાઓ પણ ખરીદીમાં લાગેલી છે.