For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાના જીંદની પેટાચૂંટણીમાં હાર્યા બાદ શું બોલ્યા કોંગ્રેસના રણદીપ સુરજેવાલા

હરિયાણાના જીંદની વિધાનસભા સીટ પર પરિણામો બાદ અહીંના કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ વિજયી ઉમેદવારને અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણાના જીંદની વિધાનસભા સીટ પર પરિણામો બાદ અહીંના કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ વિજયી ઉમેદવારને અભિનંદન પાઠવ્યા છે. ભાજપના કૃષ્ણ મિડ્ઢાએ અહીંથી ચૂંટણી જીતી છે. સુરજેવાલાએ ચૂંટણી પરિણામ બાદ કહ્યુ કે હું વિજયી ઉમેદવારને અભિનંદન આપુ છે, આશા છે કે ભારતીય જનતા પાર્ટી, કૃષ્ણ મિડ્ઢા અને મનોહરલાલ ખટ્ટર અહીંના લોકોની આશાઓ પૂરી કરશે. પાર્ટીએ મને અહીંથી ચૂંટણી લડવા માટે મોકલ્યો અને હું પૂરી મહેનતથી આ ચૂંટણી લડ્યો.

randeep surjewala

હરિયાણાની જીંદ વિધાસભા પર થયેલ પેટાચૂંટણીના પરિણામ ગુરુવારે ઘોષિત કરવામાં આવ્યા છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાને અને ભાજપના કૃષ્ણ મિડ્ઢાને ટિકિટ આપવામાં આવી હતી. જીંદ વિધાનસભા સીટ પર ભાજપ ઉમેદવાર કૃષ્ણ મિડ્ઢા 12935 મતોથી જીત્યા. ભાજપને 50566, જેજેપીને 37631, કોંગ્રેસને 22740, ઈનેલોને 3454 અને એલએસપીને 13582 મતો મળ્યા. વળી, નોટા પર 345 મતો પડ્યા.

જીંદમાં મતગણતરી દરમિયાન કેન્દ્રની બહાર ઈવીએમ બદલવાના આરોપો અંગે ઘણો હોબાળો પણ થયો. છઠ્ઠા રાઉન્ડમાં ઈવીએમ મશીનના નંબર મિસમેચ થવાના આરોપ લાગ્યા. ત્યારબાદ ત્યાં હોબાળો મચી ગયો. ભાજપ ઉપરાંત બીજા દળોએ છઠ્ઠા રાઉન્ડની ગણતર ફરીથી કરવાની માંગ કરી. હોબાળા બાદ વધુ સુરક્ષા બળ સ્થળ પર પહોંચ્યા અને ઈવીએમ પર હોબાળો કરી રહેલા લોકો પર લાકડીઓ ચલાવીને ભીડને છૂટી પાડી. જીંદ પેટાચૂંટણી માટે મતદાન 28 જાન્યુઆરીએ થયુ હતુ જેમાં 76 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ, ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો) અને હાલમાં જ સ્થાપિત જનનાયક જનતા પાર્ટી (જેજેપી) વચ્ચે મુખ્ય મુકાબલો રહ્યો.

આ પણ વાંચોઃ બજેટ 2019: ચૂંટણી પહેલા પીએમ મોદી પાસે મતદારોને લલચાવવાનો મોકો, થઈ શકે છે આ ઘોષણાઓઆ પણ વાંચોઃ બજેટ 2019: ચૂંટણી પહેલા પીએમ મોદી પાસે મતદારોને લલચાવવાનો મોકો, થઈ શકે છે આ ઘોષણાઓ

English summary
Randeep Surjewala reaction after bjp Krishna Middha won Jind bypoll result
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X