નાણામંત્રીની ઘોષણાઓ પર કોંગ્રેસઃ 13 શૂન્ય સમાન છે આર્થિક પેકેજ

નાણામંત્રીએ ખેડૂતો અને પશુપાલકો માટે ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. જે વિશે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ છે.

કોરોના વાયરસના કારણે 25 માર્ચથી દેશમાં લૉકડાઉન લાગુ છે. આ કારણે દેશની અર્થવ્યવસ્થાને ખાસ્સુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. 12 મેના રોજ દેશની જનતાને સંબોધિત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડા આર્થિક પેકેજનુ એલાન કર્યુ હતુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પેકેજ વિશે રોજ વિસ્તારથી માહિતી આપી રહ્યા છે. શુક્રવારે તેમણે ખેડૂતો અને પશુપાલકો માટે ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. જે વિશે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ આ પેકેજ માત્ર તેર શૂન્ય સાબિત થયુ છે.

randeep surjewala

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આર્થિક પેકેજ પર બોલતા કહ્યુ કે આ પેકેજથી ખેડૂતો અને મજૂરોને એક પૈસો નથી મળ્યો. એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે તથાકથિત 20 લાખ કરોડ રૂપિયાનુ આર્થિક પેકેજ જુમલા પેકેજ સાબિત થયુ છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી દ્વારા આપવામાં આવી રહેલ વુડુ અર્થશાસ્ત્રને દર્શાવે છે. તેમણે કહ્યુ કે આર્થિક પેકેજનો ત્રીજો ફેઝ શૂન્ય સમાન છે. અહીં સુધી કે નાણામંત્રીએ એ પણ નથી જણાવ્યુ કે કેટલી રકમ પહેલેથી જ વ્યય બજેટનો હિસ્સો હતી અને કેટલી વધારાની રકમ આપવામાં આવી છે.

વળી, એનસીપી પ્રમુકે પણ આર્થિક પેકેજ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે નાણામંત્રી દ્વારા ઘોષિત આત્મનિર્ભર કૃષિ પેકેજથી નિરાશ છે. લૉકડાઉનના કારણે થયેલ નુકશાનને ધ્યાનમાં રાખીને પેકેજની ઘોષણા કરવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો અને પશુપાલકો માટે ઘણા મોટા એલાન કર્યા. આમાં કૃષિના બુનિયાદી ઢાંચાના વિકાસ માટે સરકાર એક લાખ કરોડ રૂપિયા આપશે. આ સાથે જ જરૂરી વસ્તુ અધિનિયમમાં સુધારો કરવામાં આવશે. અનાજ, ખાદ્ય તેલ, તેલબીજ, ડુંગળઈ અને બટાકાને આમાંથી કાઢવામાં આવશે જેથી ખેડૂતોને સારુ મૂલ્ય મળી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X