For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારના દોષીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઈએઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

બળાત્કારના દોષીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઈએઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર બાદ બધાની નજર હવે નિર્ભયા મામલા પર છે. 16 ડિસેમ્બરે આ ઘટનાક્રમના સાત વર્ષ પૂરાં થઈ જશે. આ મામલે એક દોષી વિનય શર્માની દયા અરજીની ફાઈલ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપી છે. રાષ્ટ્રપતિ તરફથી પણ એક એવી ટિપ્પણી આવી છે જે બાદ જલદીથી આ મામલને કોઈપણ પરિણામ પર પહોંચવાની સંભાવના જોવા મળી રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું મહિલા સુરક્ષા ગંભીર મામલો

રાષ્ટ્રપતિએ કહ્યું મહિલા સુરક્ષા ગંભીર મામલો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે રાજસ્થાનના સિરોહીમાં એક કાર્યક્રમમાં હાજર હતા. અહીં તેમણે કહ્યું કે, 'મહિલા સુરક્ષા આજે એક ગંભીર વિષય છે. પોસ્કો કાનૂન અંતર્ગત રેપના દોષી ઠરેલ આરોપીઓને દયા અરજી ફાઈલ કરવાનો કોઈ અધિકાર નથી. સંસદે દયા અરજીનું આકારણી કરવાની જરૂરત છે.' જણાવી દઈએ કે જો નિર્ભયાના દોષિતોની દયા અરજી ફગાવવામાં ાવે છે તો વર્ષ 2004 બાદ આવો પહેલો અવસર દેશમાં હશે જ્યારે રેપના દોષિતને ફાંસીની સજા થઈ શકશે.

અરજી ફગાવવાની માંગ

અરજી ફગાવવાની માંગ

ગૃહ મંત્રાલય તરફથી પણ રાષ્ટ્રપતિને વર્ષ 2012ના ગેંગરેપ દોષી વિનય શર્માની દયા અરજી ફાઈલ મોકલી છે. મંત્રાલય તરફથી આ દયા અરજી ફગાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. દિલ્હી સરકાર તરફથી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ રાષ્ટ્રપતિને દયા અરજી ફગાવવાની અપીલ કરી ચૂક્યા છે. હૈદરાબાદના આોપીઓના એન્કાઉન્ટર બાદ નિર્ભયાના માતા કહે છે કે પાછલા સાત વર્ષથી તે 2012માં જ ઉભી છે અને હજુ સુધી તેમની દીકરી સાથે રાક્ષસો જેવો વ્યવહાર કરનાર હેવાનો જીવતા છે. નિર્ભયા ગેંગરેપમાં સામેલ આરોપીઓને પકડવામાં છ દિવસનો સમય લાગ્યો હતો.

સાડા આઠ મહિના બાદ દોષી સાબિત થયા

સાડા આઠ મહિના બાદ દોષી સાબિત થયા

જાન્યુઆરી 2013માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ જાન્યુઆરી 2013ના રોજ પોલીસ તરફથી કેસમાં પહેલી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી એટલે કે 18 દિવસ બાદ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક મહિના બાદ 17 જાન્યુઆરીથી કેસની સુનાવણી શરૂ થઈ. છ મહિનામાં એક આરોપીને કેસમાં સગીર ઘોષિત કરવામાં આવ્યો. 31 ઓગસ્ટ 2013ના રોજ નિર્ભયાના કેસમાં આરોપી કોર્ટમાં દોષી સાબિત થયા હતા. ગેંગરેપના સાઢા આઠ મહિના બાદ કોર્ટ આ સાબિત કરી શક્યું કે ખરેખર નિર્ભયા સાથે દરિંદગી આ આરોપીઓએ જ કરી હતી. તે સમયે સગીર આરોપીને ત્રણ વર્ષ માટે સુધાર ગૃહ મોકલવામાં આવ્યો હતો.

નવ મહિના બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટનો ફેસલો

નવ મહિના બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટનો ફેસલો

ફાસ્ટ ટ્રેક કોર્ટનો પોતાનો ફેસલો સંભળાવતા નવ મહિનાનો સમય લાગી ગયો હતો. ચારેય આરોપીઓને દોષી માની તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં એક આરોપીએ ટ્રાયલ દરમિયાન જ તિહાર જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. છ મહિના બાદ એટલે કે ત્રણ માર્ચ 2014ના રોજ દિલ્હી હાઈકોર્ટે ફાસ્ટ ટ્રેક કોર્ટનો ફેસલો માનતા આરોપીઓની મોતની સજા યથાવત રાખી. જે બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો અને એપ્રિલ 2016થી આ કેસમાં ફાસ્ટ ટ્રેક મોડમાં કેસની સુનાવણી શરૂ થઈ. મે 2017માં સુપ્રીમ કોર્ટે પણ ચારેય આરોપીઓને મોતની સજા યથાવત રાખી. જુલાઈ 2018માં સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પીટીશન પણ ફગાવી દીધી.

કાલાવડ-ધોરાજી રોડ પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે મોતકાલાવડ-ધોરાજી રોડ પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે મોત

English summary
Rape accused should not have the right to appeal mercy: President Ramnath Kovind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X