'બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી ઇન્ડિયામાં વધારે'

મોહન ભાગવતના મતે, રેપ જેવી ઘટનાઓ 'ભારત'માં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ 'ઇન્ડિયા'માં વારંવાર થાય છે. તમે ગામડાં અને જંગલોમાં જાઓ ત્યાં સામુહિક બળાત્કાર કે પછી યૌન શોષણ નથી થતાં. આ સાથે જ ભાગવતે કહ્યું કે નવા કાયદા ઉપરાંત લોકોએ ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ તરફ જોવાની દૃષ્ટી બદલવા તરફ ધ્યાન આપવું જોઇએ. મોહન ભાગવતે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી છે.
મોહન ભાગવતની વિવાદિત ટિપ્પણી બાદ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસે ભાગવતના નિવેદન અંગે આપત્તિ વ્યક્ત કરી કહ્યું છે કે તેમની પાસે યોગ્ય માહિતી નથી. કોંગ્રેસના નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે આ નિવદેન યોગ્ય નથી. લાગે છે કે મોહન ભાગવત પાસે યોગ્ય જાણકારી નથી. ગામડાંઓમાં બળાત્કારના મામલા વધારે થાય છે, પરંતુ ત્યાં મીડિયાની હાજરી નથી તેથી ઘટનાઓ બહાર આવતી નથી.
આરએસએસ પોતાના નિવેદન પર કાયમ છે. આરએસએસના પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ કહ્યું કે, સંઘના મનમાં ભારત અને ઇન્ડિયાની બે સંકલ્પના છે. સંઘના મતે ઇન્ડિયાનો અર્થ પશ્ચિમી સંસ્કૃતિ અને શહેરીકરણનો વઘારો, જ્યારે ભારતનો સંબંધ ભારતીય મૂલ્યો સાથે છે. જે લોકો શહેરીકરણ અને ઉપભોક્તાવાદની તરફ વધી રહ્યાં છે તે જ આવી હરકતો કરે છે, જ્યારે જેમનેા મૂલ્યો આજે પણ ભારતીય છે તે તેમાં સામેલ નથી થતાં.












Click it and Unblock the Notifications
