Ratan Tata Funeral : રતન ટાટા પંચમહાભુતમાં વિલિન, કોર્નેલ યુનિવર્સિટીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Ratan Tata Funeral : ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ રતન ટાટા પંચમહાભુતમાં વિલિન થઈ ગયા છે. રતન ટાટાના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
રતન ટાટાના નિધન પર અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ટાટા કોર્નેલ યુનિવર્સિટીના પુર્વ વિદ્યાર્થી રહ્યાં છે.

કોર્નેલ યુનિવર્સિટીએ રતન ટાટાને ભાવુક શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટમાં લખ્યુ કે, ભારતના પીઢ ઉદ્યોગપતિનું 9 ઓક્ટોબર બુધવારે મોડી રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેને 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી, જે યુએસની આઇવી લીગ સ્કૃલોમાંથી એક છે.
જણાવી દઈએ કે, રતન ટાટાએ કોર્નેલ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પછી આર્કિટેક્ચર તરફ વળ્યા. યુનિવર્સિટીએ એક પોસ્ટમાં લખ્યું કે, રતન ટાટા યુનિવર્સિટીના સૌથી ઉદાર આંતરરાષ્ટ્રીય દાતા અને ભારતના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર્સ અને પરોપકારીઓમાંના એક હતા. અમે કોર્નેલ માટેના તેમના પરિવર્તનકારી યોગદાનના વારસાને યાદ કરીશુું.
જણાવી દઈએ કે, રતન ટાટાએ 9 ઓક્ટોબર 2024ની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયુ. રતન ટાટાને અંતિમ વિદાય આપવા માટે દેશની જાણીતી હસ્તીઓ મુંબઈ પહોંચી હતી અને અશ્રુભીની આંખો સાથે છેલ્લી વિદાય આપી.












Click it and Unblock the Notifications
