For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂની જગ્યાએ જ બનશે રવિદાસ મંદિર, કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સુપ્રીમ કોર્ટની મહોર

દિલ્લીમાં રવિદાસ મંદિરના પુનઃનિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે રવિદાસ મંદિર કેસમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં રવિદાસ મંદિરના પુનઃનિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે રવિદાસ મંદિર કેસમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટના આદેશ પર ડીડીએ તુઘલકાબાદ વિસ્તારમા રવિદાસ મંદિરને પાડી દેવામાં આવ્યુ હતુ જેનો ખૂબ જ વિરોધ થયો હતો અને દલિત સંગઠન મંદિર પાડવાના નિર્ણ સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

SC

આ કેસમાં 18 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યુ હતુ કે સંવેદનશીલતા અને શ્રદ્ધાળુઓની આસ્થાને જોતા સરકાર એ જ જગ્યાએ 200 વર્ગ મીટર જમીન મંદિર નિર્માણ મામટે આપવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે મંદિર કમિટીને જગ્યા આપવાનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો હતો. સરકાર તરફથી અટર્ની જનરલ કે કે વેણુગોપાલે કોર્ટને જણાવ્યુ હતુ કે ભક્તોની એક કમિટે મંદિર નિર્માણ માટે સરકાર 200 વર્ગ મીટર જમીન આપશે.

આજની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારના આ પ્રસ્તાવે મંજૂર કરી દીધો. જો કે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારે રવિદાસ મંદિરના પુનઃનિર્માણ માટે પહેલાના મુકાબલે બે ગણી જમીન આપવાની વાત કહી. એટર્ની જનરલે કહ્યુ કે મંદિર નિર્માણ માટે 400 વર્ગ મીટર જમીન આપવામાં આવી શકે છે. કેન્દ્રના જમીન આપવાના પ્રસ્તાવને સ્વીકારવા સાથે સુપ્રીમ કોર્ટએ એ પણ નિર્દેશ આપ્યા કે અહીં કોઈ પણ વેપારી ગતિવિધિઓ સ્વીકારવામાં આવશે નહિ.

સાથે જ કેન્દ્રને 6 સપ્તાહની અંદર એક કમિટી બનાવવાવો નિર્દેશ આપ્યો જે મંદિર નિર્માણની દેખરેખ રાખશે. કોર્ટે કહ્યુ કે સમિતિના સભ્ય તરીકે પૂર્વ સભ્ય અને અન્ય લોકો કેન્દ્ર સરકારને આના માટે આવેદન મોકલી શકે છે. ગઈ સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ જ જગ્યાએ મંદિર નિર્માણની જમીનનો પ્રસ્તાવ કોર્ટમાં રાખ્યો હતો.

આ પણ વાંચોઃ Eco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળીઆ પણ વાંચોઃ Eco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળી

English summary
Ravidas temple Issue: Supreme Court accepted Central govt's land offer for construction of temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X