For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી પછી RBI લગાવ્યો વધુ એક પ્રતિબંધ, વધુ વાંચો અહીં

આરબીઆઇના નવા નોટફિકેશન મુજબ જે ખાતામાં પહેલાથી જ 5 લાખ રૂપિયા બેલેન્સ છે અને તેમાં તમે 9 નવેમ્બર પછી 2 લાખથી વધારે રૂપિયા જમા કરાવ્યા છે. તો તે પૈસા તમે સરળતાથી નહીં નીકાળી શકો. વધુ વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

નોટબંધીનો નિર્ણય લાગુ થયા પછી ભારતીય રિઝર્વ બેંકે પૈસા જમા કરવા અને નીકાળવાને લઇને કેટલાક કેટલાક ખાતાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. નોટબંધી પછી આરબીઆઇ તરફથી કાળા નાણાં પર પોતાની પકડ મજબૂત કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. 9 નવેમ્બર પછી જે ખાતામાં પૈસાનું લેન દેન વધ્યું છે તે તમામ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

rbi

આપવું પડશે પેનકાર્ડ
આરબીઆઇના નવા નોટિફિકેશન પછી જે ખાતામાં પહેલાથી 5 લાખ રૂપિયા બેલેન્સ હતું અને તેમાં 9 નવેમ્બર પછી 2 લાખ રૂપિયાથી વધુ બેલેન્સ જમા કરવામાં આવ્યું છે. તે ખાતામાંથી પૈસા નીકાળવા સરળ નહીં રહે. પૈસા નીકાળવા માટે તમારી પેન કાર્ડ કે પછી ફોર્મ 60 આપવું જરૂરી બનશે.

કેવાયસી ના કારણે બનાવ્યો નિયમ
રિઝર્વ બેંક તે પણ કહ્યું કે 10000 રૂપિયા નીકાળવાની લિમીટ નાના ખાતા પર જ રાખવામાં આવશે. આ નોટિફિકેશન આરબીઆઇએ ત્યારે જાહેર કર્યું જ્યારે કેટલીક ફરિયાદો મળી કે કેટલાક કિસ્સામાં કેવાયસીના નિયમોનું યોગ્ય રીતે પાલન નથી થઇ રહ્યું.

જન ધન એકાઉન્ટ
નાના એકાઉન્ટમાં દર મહિને પૈસા નીકાળવાની સીમા 10000 રૂપિયા છે. તેમાં એક લાખ રૂપિયાથી વધુ જમા થાય છે તો તેમાં પણ પ્રતિબંધ લાગે છે. આરબીઆઇ મુજબ, જન ધન એકાઉન્ટને નાના એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંકે તમામ બેંકોને આ આદેશ આપ્યો છે કે નિયમોનું કડકાઇથી પાલન થાય. નોટબંધી પછી તેવી ફરિયાદો આવી હતી કે જન ધન એકાઉન્ટનો ઉપયોગ કાળા નાણાંને સફેદ કરવા માટે થઇ રહ્યો છે.

English summary
RBI imposes limits on withdrawal from certain bank accounts after demonetisation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X