For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદીય બોર્ડની બેઠક બાદ ભાજપે કહ્યું; ચૂંટણીનો સામનો કરવા માટે અમે તૈયારી છીએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જુલાઇ: ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ની સંસદીય બોર્ડની બેઠક આજે યોજાઇ હતી. આ બેઠક બાદ ભાજપાએ આજે કહ્યું હતું કે તે જલદી ચૂંટણી યોજાશે તો તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાર્ટીએ કહ્યું હતું કે તે 'આક્રમક ચૂંટણી ઝુંબેશ'ના મુડમાં આવી ગઇ છે.

ભાજપાએ 'આક્રમક ચૂંટણી ઝુંબેશ'ના મૂડમાં હોવાની જાહેરાત કરતાં 'સંકટમાં ફસાયેલી' કોંગ્રેસ કોઇપણ સમયે ચૂંટણી કરાવી શકે છે અને મુખ્ય વિપક્ષ દળ તરીકે તેનો સામનો કરવા માટે તે તૈયાર છે.

પાર્ટીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની સશક્ત હાજરીમાં યોજાયેલી ભાજપા સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં 'સુશાસન અને વિકાસ'ને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવશે અને તે મુદ્દાઓથી ભટકાવવાનો પ્રયત્ન કરી રહેલી કોંગ્રેસને એમ કરવામાં નહી આવે. આ બંને મુદ્દાઓ પર જવાબદેહી માટે તેને મજબૂર કરવામાં આવશે.

બેઠકમાં નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને ને અધિકૃત કરવામાં આવ્યા છે કે ચૂંટણીની તૈયારીઓ માટે પાર્ટીની બે સૂત્રી રણનીતિને સફળ બનાવવા માટે વિભિન્ન સમિતિઓ નિમવામાં આવે. બે સૂત્રી રણનીતિમાં રાજકીય અને સંગઠનાત્મક અભિયાન પણ સામેલ છે. પાર્ટીની મુખ્ય નિતિ નિર્ધારક એકમ સંસદીય બોર્ડની બેઠક બાદ વરિષ્ઠ નેતા અનંત કુમારે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહને અધિકૃત કરવામાં આવ્યા છે આ બંને મળીને ચૂંટણીનું રાજકીય માળખું તૈયાર કરીને પાર્ટીના ચૂંટણી અભિયાનને આગળ વધારશે.

modi-rajnath-sushma-adavani-arun

તેમને પુછવામાં આવ્યું હતું કે એ આ કાર્યમાં પાર્ટીના બીજા નેતાઓની ભાગીદારી નહી હોય તો તેમને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ બોર્ડના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરીને આ કાર્યને આગળ વધારશે. અનંત કુમારે કહ્યું હતું કે ભાજપા આક્રમક ચૂંટણી ઝુંબેશમાં આવી ગઇ છે. ચૂંટણીની તૈયારી પર નજર રાખવા માટે તેને આગળ વધારવા માટે ભાજપા સંસદીય બોર્ડ સહિત તેના માટે બનાવવામાં આવનારી વિભિન્ન સમિતિઓની દર અઠવાડિયે અથવા દસ દિવસે બેઠક થયા કરશે.

મળતી માહિતી મુજબ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલીએ ભાગ લીધો હતો. બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થઇ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી ટીમના નિર્માણને લઇને મંથન થયું. નરેન્દ્ર મોદીએ બાદમાં રાજનાથ સિંહ અને વેંકૈયા નાયડૂ સાથે અલગ બેઠક કરી હતી.

English summary
The Bharatiya Janata Party (BJP) on Monday expressed its openness to go for snap polls. Addressing media persons here, BJP general secretary Ananth Kumar said the ruling Congress party is under pressure from its allies and may go for snap polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X