તામિલનાડુ પેટાચૂંટણીમાં કમલ હાસનની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે
અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસને સાફ કરી દીધું છે કે તેમની પાર્ટી આવનારી પેટાચૂંટણીમાં ભાગ લેશે.
અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસને સાફ કરી દીધું છે કે તેમની પાર્ટી આવનારી પેટાચૂંટણીમાં ભાગ લેશે. કમલ હાસન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ તામિલનાડુની પેટાચૂંટણીમાં 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. પોતાના 64માં જન્મદિવસના અવસરે કમલ હાસને જણાવ્યું કે તેમની પાર્ટી મક્કલ નિધિ માઇમ તામિલનાડુની પેટાચૂંટણી માટે તૈયાર છે અને જયારે પણ ચૂંટણી થશે ત્યારે તેમની પાર્ટી 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે.

પત્રકારો સાથે વાતચીત કરતા કમલ હાસને જણાવ્યું કે જ્યાં પેટાચૂંટણી થવા જઈ રહી છે ત્યાં તેમની પાર્ટીના 80 ટકા કરતા પણ વધારે પદ ભરાઈ ચુક્યા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે મદ્રાસ હાઇકોર્ટે ટીટીવી દિનાકરણના સમર્થક વિધાયકોને અયોગ્ય ગણાવ્યા હતા ત્યારપછી આ સીટો ખાલી છે.
કમલ હાસન હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે સત્તાધારી પાર્ટીની આલોચના કરતા રહ્યા છે. તેમને પોતાના કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે હવે એમએનએમ ની જવાબદારી છે કે તેઓ રાજ્યનું નેતૃત્વ કરે.












Click it and Unblock the Notifications
