For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામેની જંગમાં દુનિયાના આ 11 લોકોએ સૌથી વધુ દાન કર્યું

કોરોના સામેની જંગમાં દુનિયાના આ 11 લોકોએ સૌથી વધુ દાન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલ આખી દુનિયામાં કોરોના વાયરસનો સંકટ છવાયેલો છે. આ વાયરસથી દુનિયાભરમાં 48 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ઉપરાંત મૃતકોની સંખ્યા પણ 3 લાખને પાર પહોંચી ગઈ છે. લાંબા સમયથી સતત વાયરસના ખતરાની અસર તમામ દેશની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. આ દરમિયાન કટલાક એવા લોકો પણ સામે આવ્યા છે જેમણે આ વાયરસ સામે લડવા માટે વિરાટ સહયોગ આપ્યો છે. તો ચાલો દુનિયાના એવા 11 દાનવીર લોકો વિશે જાણીએ જેમણે સૌથી વધુ દાન આપ્યું.

મહા દાનવીરની યાદી

મહા દાનવીરની યાદી

જૈક ડોર્સી

જૈક ડોર્સી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સીઈઓ છે. તેમણે કરોના વાયરસ સામેની જંગમાં 1 બિલિયન ડૉલર (7500 કરોડ રૂપિયા)નું દાન કર્યું છે. જણાવી દઈએ કે ડૉર્સીએ પોતાની સંપત્તિનો 28 ટકા ભાગ કોરોના પીડિત લોકોની મદદ માટે દાન આપી દીધો છે. તેમણે ટ્વીટર પર આ વાતનું એલાન કર્યું હતું.

બિલ એન્ડ મેલિંડા

માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ પણ છે. આ ફાઉન્ડેશને 255 મિલિયન ડૉલર (1800 કરોડ રૂપિયા)નું દાન આપ્યું.

રતન ટાટા

રતન ટાટા

ટાટા ટ્રસ્ટ/ ટાટા સંસ

ટાટા સમૂહ તરફથી 1500 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. દેશના સૌથી મોટા કારોબારી ટાટા એન્ડ સંસના માનદ ચેરમેન રતન ટટાએ ટાટા ટ્રસ્ટ તરફથી 500 કરોડ રૂપિયાનું દાન આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત ટાટા સંસ તરફથી એડિશનલ 1000 કરોડ રૂપિયાનું દાન આપવાની ઘોષણા કરવામાં આવી. આવી રીતે ટાટા સમૂહે કોરોનાની લડાઈમાં કુલ 1500 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

એન્ડ્રૂ ફોરેસ્ટ

ઑસ્ટ્રેલિયન અબજોપતિ એન્ડ્રૂ ફોરેસ્ટે કોરોના વાયરસ સામેની જંગમાં 100 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે.

અજીમ પ્રેમજી

અજીમ પ્રેમજી

આઈટી સેક્ટરની વિશાળ કંપની વિપ્રોના ફાઉન્ડર અજીમ પ્રેમજીએ 132 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. જણાવી દઈએ કે ભારત તરફથી આ લડાઈમાં સૌથી વધુ દાન અજીમ પ્રેમજીએ જ આપ્યું છે.

જ્યોર્જ સોરોસ

અમેરિકી અબજોપતિ જ્યોર્જ સોરોસે 130 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે.

જેફ બેજોસ

એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસે 100 મિલિયન ડૉલરનું દાન કર્યું છે. જણાવી દઈએ કે બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. લૉકડાઉન હોવા છતાં તેમની સંપત્તિમાં વધારો થયો છે.

માઈકલ ડેલ

ડેલ ટેક્નોલોજીના ચેરમેન માઈકલ ડેલે કોરોના સામેની જંગમાં 100 મિલિયન ડૉલરનું તાન આપ્યું છે.

જેફરી સ્કૉલ

સ્કૉલ ફાઉન્ડેશનના ચેરમેન જેરી સ્કૉલે 100 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે.

માઈકલ બ્લૂમબર્ગ

મીડિયા મોગુલ અને બ્લૂમબર્ગના કો-ફાઉન્ડર માઈકલ બ્લૂમબર્ગે 74.5 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે.

લીન એન્ડ સ્ટેસી

અમેરિકી ફિલાંથ્રોપી લીન એન્ડ એસીએ 70 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે.

સુપર Cycloneનું નામ કેવી રીતે પડ્યું 'Amphan', જાણો 10 મહત્વની વાતોસુપર Cycloneનું નામ કેવી રીતે પડ્યું 'Amphan', જાણો 10 મહત્વની વાતો

English summary
Real Heroes: top eleveen biggest donors came forward to fight against covid 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X