For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાના બાદ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, 40 લોકોને કરાયા રેસ્ક્યુ, રેડ એલર્ટ જારી

મહારાષ્ટ્રના પૂણેમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચોમાસુ જતા જતા પણ કહેર વર્તાવી રહ્યુ છે. મંગળવારે તેલંગાના અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થયો. જેના કારણે ડઝનેક લોકોના જીવ ગયા. સાથે જ કરોડોનુ નુકશાન થયુ. વળી, બુધવારે મહારાષ્ટ્રના પૂણેમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર છે. પ્રશાસને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. સાથે જ મોટાપાયે રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે.

40 લોકો પૂરમાં ફસાયા

40 લોકો પૂરમાં ફસાયા

એસડીઓ બારામતી(પૂણે)ના જણાવ્યા મુજબ 40 લોકો પૂરમાં ફસાયા હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે પૂર પ્રભાવિત નિમગાંવ કેતકીમાં 15 લોકો ફસાયા હોવાના સમાચાર મળ્યા હતા જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. વળી, ઈદાપુર પાસે બે લોકો પોતાના વાહન સાથે વહી ગયા હતા, તેમને પણ બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ બારામતીના રહેણાંક વિસ્તારોમાં બનેલા મકાનોમાં પણ પાણી આવી ગયુ છે.

રેડ એલર્ટ જારી

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ પૂણેના ઈંદાપુરમાં પાણીના ઝડપી વહેણમાં એક વ્યક્તિ તણાઈ ગયો. આ દરમિયાન ઝડપથી એસીબી બોલાવવામાં આવી ત્યારબાદ તેનો જીવ બચાવી લેવાયો. આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર કોંકણમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરી દીધુ છે. જેમાં મુંબઈ અને ઠાણે પણ શામેલ છે. પ્રશાસન તરફથી ઠેર-ઠેર રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે.

આંધ્ર-તેલંગાનામાં 20ના મોત

આંધ્ર-તેલંગાનામાં 20ના મોત

મંગળવારે તેલંગાના અને આંધ્ર પ્રદેશના ઘણા ભાગોમાં મૂસળધાર વરસાદ થયો. આ દરમિયાન તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં વધુ નુકશાન થયુ. ત્યાંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ત્યારબાદ સેના અને એનડીઆરએફની ટીમો મદદ માટે બોલાવવી પડી. એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી લગભગ 20 લોકોના મોતના સમાચાર છે જ્યારે કોરોડોની સંપત્તિને નુકશાન થયુ છે. સ્થિતિને જોતા તેલંગાના સરકારે ગુરુવાર સુધી રજા જાહેર કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો 14 વર્ષીય પુત્ર બેરૉન કોરોના પૉઝિટીવડોનાલ્ડ ટ્રમ્પનો 14 વર્ષીય પુત્ર બેરૉન કોરોના પૉઝિટીવ

English summary
Red alert in Maharashtra, Heavy rainfall in pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X