For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-યૂપીમાં ભારે વરસાદની આશંકા, ઉત્તરાખંડમાં Red Alert

દિલ્હી-યૂપીમાં ભારે વરસાદની આશંકા, ઉત્તરાખંડમાં Red Alert

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી કેટલીક કલાકોમાં દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આશંકા છે, ભારતીય હવામાન ખાતાએ ઉત્તરાખંડમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજધાની દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીને અડીને આવેલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ ઉપરાંત કેરળમાં ભારે વરસાદની સંભાવના જતાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તરી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર એરિયા બન્યું છે, જેનાથી ભારે વરસાદ થઈ રહી છે.

19 અલર્ટ સુધી વરસાદ

19 અલર્ટ સુધી વરસાદ

ઉત્તરાખંડના નીચાણવાળા મેદાની જિલ્લામાં પૂરના ખતરાનું અલર્ટ પણ ચાલુ છે, એવામાં હરિદ્વાર રૂડકી જેવા લો લાઈન વિસ્તારમાં બહુ સતર્કતા વરતવાના નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.

ચમોલી અને બાગેશ્વરમાં સ્કૂલ બંધ

ચમોલી અને બાગેશ્વરમાં સ્કૂલ બંધ

હવામાન વિભાગનું કહેવું છે કે અહીં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે જેથી ઉત્તરાખંડ માટે 19 ઓગસ્ટ સુધી અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, ભારે વરસાદની આશંકાને જોતા આજે ચમોલી અને બાગેશ્વરમાં તમામ સ્કૂલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિલ્હીમાં પણ ભારે વરસાદની આશંકા

દિલ્હીમાં પણ ભારે વરસાદની આશંકા

આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રના ઘાટ ક્ષેત્રો, કોંકણ, ઓરિસ્સા, તેલંગાણા, કેરળમાં વિવિધ સ્થળોએ મૂસળધાર વરસાદ થવાની આશંકા છે જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં પણ વરસાદ થવાની આશંકા છે.

માછીમારોને સમુદ્રમાં જતાં રોક્યા

માછીમારોને સમુદ્રમાં જતાં રોક્યા

અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ગુજરાત, મરાઠાવાડા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને યમનમાં પણ ભારે વરસાદના અણસાર છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ અને કોમોરિનમાં પણ ભારે વરસાદ થઈ શકે છે માટે માછીમારોને આ ક્ષેત્રોમાં પ્રવેશ ન કરવા કહેવામાં આવ્યું છે.

<strong>જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે છે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠક</strong>જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે છે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠક

English summary
red alert of heavy rain in uttar pradesh and delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X