• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહજહાંનો લાલ કિલ્લો હવે ડાલમિયા ભારત જૂથના હવાલે

|
Google Oneindia Gujarati News

ડાલમિયા ભારત જૂથ, આગામી પાંચ વર્ષ સુધી 25 કરોડ રૂપિયાના અનુબંધ હેઠળ લાલ કિલ્લાને દત્તક લેનાર ભારતના ઈતિહાસનું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયુ છે. ડાલમિયા ભારત જૂથે ઈંડિગો એરલાઈન્સ અને જીએમઆર જૂથને પાછળ છોડીને ભારત સરકારની એડોપ્ટ હેરિટેજ યોજના હેઠળ સૌથી પ્રતિષ્ઠિત અનુબંધોમાંનું એક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. ડાલમિયા ભારત જૂથે આગામી કેટલાક મહિનામાં લાલ કિલ્લાને વિકસિત કરવાના ઈરાદા સાથે વિચારવિમર્શ કરવાનું શરુ કરી દીધુ છે. જૂલાઈમાં સુરક્ષા એજન્સીઓને અસ્થાયી રુપે લાલ કિલ્લો સોંપતા પહેલા 23 મે એ કામ શરુ કરી દેવામાં આવશે.

પીએમના ભાષણ પહેલા થશે આ કામ

પીએમના ભાષણ પહેલા થશે આ કામ

વાસ્તવમાં, 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના રોજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીના ભાષણ માટે આને જૂલાઈમાં જ સુરક્ષા એજન્સીઓના હવાલે કરી દેવામાં આવશે. ડાલમિયા ભારત જૂથના અગ્રણી અધિકારીઓએ જણાવ્યું કે અસ્થાયી રુપે પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસમા ભાષણ માટે આને સોંપતા પહેલા તેઓ નાઈટ ઈલ્યૂમિનેશનને પૂરુ કરવાની યોજના બનાવી રહ્યા છે.
સ્મારકમાં વધુ પર્યટકો આવે એટલા માટે સંગીતના કાર્યક્રમો અને અન્ય સાંસ્કૃતિક ગતિવિધિઓ જેવા વિભિન્ન કાર્યક્રમો માટે લાલ કિલ્લાનો ઉપયોગ કરવાની યોજના છે. કોર્પોરેટ હાઉસ પોતાના નિયોજિત કાર્યક્રમો સાથે આગળ વધશે. આના માટે લોકોને આકર્ષિત કરવા માટે અને લાલ કિલ્લાને લોકપ્રિય બનાવવા માટે વિભિન્ન જાહેરાતો પણ લોન્ચ કરશે.

સર્વશ્રેષ્ઠ સ્મારકોમાંનું એક હશે

સર્વશ્રેષ્ઠ સ્મારકોમાંનું એક હશે

અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડના જણાવ્યા અનુસાર ડાલમિયા જૂથના અધિકારીઓએ કહ્યુ કે અમારે 30 દિવસની અંદર કામ શરુ કરવાનું છે. શરુઆતના પાંચ વર્ષ માટે આની માલિકી અમારી પાસે છે. ત્યારબાદ અનુબંધ પારસ્પરિક રુપે સ્વીકાર્ય શરતો પર વધારવામાં આવી શકે છે. આનાથી અમને ડાલમિયા બ્રાન્ડને એકીકૃત કરવામાં પણ મદદ મળશે. આગંતુક અમારા ગ્રાહકો હશે. અહીં માત્ર એક વાર આવનાર પર્યટકોના બદલે અમે નિયમિત રીતે આવનારા દિલ્હી અને એનસીઆરના લોકો પર વધુ ધ્યાન આપવા ઈચ્છીએ છીએ. ડાલમિયા ભારત સિમેન્ટ જૂથના સીઈઓ મહેન્દ્રસિંહે કહ્યું કે અમે આ જ પ્રકારનું સ્મારક વિકસિત કરીશુ અને તે દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્મારકોમાંનું એક હશે.

9 મી એપ્રિલે એમઓયુ પર થયા હસ્તાક્ષર

9 મી એપ્રિલે એમઓયુ પર થયા હસ્તાક્ષર

9 મી એપ્રિલે ડાલમિયા ભારત લિમિટેડ, પર્યટન મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા અને પર્યટન મંત્રાલયે 25 એપ્રિલ, 2018 ના રોજ તેને સાર્વજનિક કર્યુ. આ સમજૂતી કેટલાક સ્મારકો અને ધરોહરોને કોર્પોરેટર નિયંત્રણની અનુમતિ આપવાના મોદી પ્રશાસનની યોજનાનો ભાગ હતી. જેથી તેની જાળવણી અને સંચાલનને વધુ પ્રોફેશનલ રીતે સંભાળી શકાય. અનુબંધ મુજબ ડાલમિયા ભારત જૂથને લાલ કિલ્લા આસપાસ સમય સીમા અનુસાર બદલાવ લાવવાનું કામ કરવાનું રહેશે.

2 વર્ષની અંદર લાઈટનિંગનું સંપૂર્ણ કામ

2 વર્ષની અંદર લાઈટનિંગનું સંપૂર્ણ કામ

એક અધિકારીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના સ્વતંત્રતા ભાષણ પહેલા બે કાર્ય પૂરા કરવાના છે. જેમાં સામેની રોશની જેમાં ફેસ્ડ લાઈટનિંગ અને સ્ટ્રક્ચર ઈલ્યુમિનેશલ શામિલ છે તેને જૂલાઈ સુધીમાં પૂરુ કરવાનું છે. બાકી બે વર્ષની અંદર લાઈટનિંગનું સમગ્ર કામ પૂર્ણ થશે. બીજુ, ડાલમિયા ભારત જૂથને દર વર્ષે સ્વતંત્રતા દિવસના સમારંભ માટે આર્ટ ઈન્સ્ટોલેશન કરવાનું રહેશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ વર્ષે કરવામા આવશે કે નહિ.

અનુબંધ હેઠળ કરવાનું રહેશે આ કામ

અનુબંધ હેઠળ કરવાનું રહેશે આ કામ

અનુબંધ હેઠળ ડાલમિયા ભારત જૂથને છ મહિનામાં કેટલીક પાયાની સુવિધાઓ આપવાની રહેશે. જેમાં પીવાનું પાણી, સ્ટ્રીટ ફર્નિચર જેવુ કે બેન્ચ, સંકેતકો શામિલ છે. ત્યારબાદ એવા કાર્ય છે જેને એક વર્ષની અંદર પૂરા કરવાના છે. જેમાં ટેકનિકલ મેપ લગાવવા, શૌચાલયોને અપગ્રેડ કરવા, લાલ કિલ્લાના માર્ગો અને બોલ્ડર્સ, લેન્ડસ્કેપિંગ પર લાઈટનિંગ કરવી, 1000 વર્ગ ફૂટના વિઝિટર સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવું, લાલ કિલ્લાના આંતરિક અને બાહ્ય, બેટરીને 3-ડી પ્રોજેક્શન શેપિંગ, બેટરી સંચાલિત વાહન અને તેના માટે ચાર્જિંગ સ્ટેશન અને એક કેફેટેરિયા બનાવવાનું શામેલ છે.

આ કામ ડાલમિયાને લાગ્યુ મોંઘુ

આ કામ ડાલમિયાને લાગ્યુ મોંઘુ

જે કામ બે વર્ષમાં પૂરુ કરવાની આવશ્યકતા છે તેમાં અસદ બુર્જમાં વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત સ્મારક વ્યાખ્યા, બિલ્ડિંગ નાઈટ ટ્રેલ્સ અને આખા લાલ કિલ્લાનું સ્ટ્રક્ચરલ ઈલ્યુમિનેશન કરવાનું શામેલ છે. કેટલીક પાયાની સુવિધાઓ છે જેને બે વર્ષની અંદર આપવાની છે. જેમાં ચેક પોઈન્ટ્સ પર ટર્નસ્ટાઈલ સ્થાપિત કરવા, સ્લાઈડિંગ દરવાજા અને ટેક્ટિલ પેવિંગ સાથે બાડ લગાવવાનું શામેલ છે (ડાલમિયાના અધિકારીઓનું કહેવું છે કે આ કામ મોંઘુ છે)

કેટલો વસૂલશે ચાર્જ

કેટલો વસૂલશે ચાર્જ

ડાલમિયા ભારત જૂથ સાંસ્કૃતિક મંત્રાલય અને પર્યટન મંત્રાલય પાસેથી વિશિષ્ટ મંજૂરી મળ્યા બાદ લાલ કિલ્લો ફરવા આવનાર પાસેથી ચાર્જ વસૂલ કરી શકશે. કોર્પોરેટ હાઉસ દ્વારા યોજનાબદ્ધ ગતિવિધિઓના માધ્યમથી મેળવેલ કોઈ પણ મૂલ્યને ફરીથી કિલ્લાના વિકાસ અને જાળવણી માટે ઉપયોગમાં લેવાનું રહેશે. ડાલમિયા ભારત જૂથને અર્ધ-વાણિજ્યિક ગતિવિધિઓ માટે આગંતુકો પાસેથી ચાર્જ વસૂલ કરવાની અનુમતિ આપવામાં આવશે.

English summary
red fort delhi is now dalmia bharat group red fort in 25 crore lal qila
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X