For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 રૂપિયાના સિક્કા લેવાથી કર્યો ઇન્કાર, કોર્ટે સાંભળવી સજા

એવું ઘણીવાર સાંભળવા મળે છે કે દુકાનદાર 10 રૂપિયાના કેટલાક સિક્કા લેવાથી ઇન્કાર કરી દે છે. આવો જ એક મામલો મધ્યપ્રદેશના મુરૈનામાં જોવા મળ્યો

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એવું ઘણીવાર સાંભળવા મળે છે કે દુકાનદાર 10 રૂપિયાના કેટલાક સિક્કા લેવાથી ઇન્કાર કરી દે છે. આવો જ એક મામલો મધ્યપ્રદેશના મુરૈનામાં જોવા મળ્યો, જ્યાં એક દુકાનદારે એક વ્યક્તિ પાસેથી 10 રૂપિયાનો સિક્કો લેવાથી ઇન્કાર કરી દીધો. પરંતુ હવે આ દુકાનદારને આવું કરવું ભારે પડી ગયું છે. જે વ્યક્તિ પાસેથી દુકાનદારે સિક્કો લેવાની ના પાડી હતી, તે વ્યક્તિએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી. આખો મામલો કોર્ટમાં પહોંચ્યો જ્યાં કોર્ટે દુકાનદાર પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. તેની સાથે સાથે કોર્ટની કાર્યવાહી ચાલવા સુધી સજા પણ આપી.

સજા મળી

સજા મળી

આખો મામલો મુરેનાના જોરા વિસ્તારનો છે. અધિકારી ભુપેન્દર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 17 ઓક્ટોબર 2017 દરમિયાન આકાશ નામનો વ્યક્તિ જોરા કસબાના પારસ એમ્પોરિયમ નામની દુકાનમાં ગયો, ત્યાં તેને બે રૂમાલ ખરીદ્યા. ત્યારપછી તેને દુકાનદાર અરુણ જૈનને 10-10 રૂપિયાના બે સિક્કા આપ્યા. દુકાનદાર અરુણ જૈને તે સિક્કા લેવાથી ઇન્કાર કર્યો અને કહ્યું કે સિક્કા હવે ચલણમાં નથી.

17 ઓક્ટોબર 2017 દરમિયાન ફરિયાદ નોંધાવી

17 ઓક્ટોબર 2017 દરમિયાન ફરિયાદ નોંધાવી

દુકાનદાર ઘ્વારા સિક્કા લેવાથી ઇન્કાર કર્યા પછી રૂમાલ ખરીદનાર આકાશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુરેના કલેક્ટરનો આદેશ છે કે 10 રૂપિયાના સિક્કા લેવાથી કોઈ પણ ઇન્કાર ના કરે, આ સિક્કા પુરી રીતે ચલણમાં છે. તેમ છતાં અરુણ જૈને સિક્કા લીધા જ નહીં. ત્યારપછી આકાશે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી. દુકાનદાર અરુણ જૈન વિરુદ્ધ આઇપીસી ઘ્વારા 188 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

200 રૂપિયાનો દંડ

200 રૂપિયાનો દંડ

આ મામલે મંગળવારે જોરા ન્યાયિક મેજીસ્ટેડ જેપી ચિડારની અદાલતમાં સુનાવણી શરુ થયી. જેમાં કોર્ટે દુકાનદાર અરુણ જૈનને દોષી જાહેર કર્યો. કોર્ટ ઘ્વારા દુકાનદારને કોર્ટ ઉઠવા સુધીની સજા અને 200 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો.

English summary
Refusing to accept Rs 10 coins Court imposes fine shopkeeper In Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X