For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના આ નેતાએ કહ્યું,'પ્રાદેશિક પક્ષોથી સરકાર નહીં ચાલે'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીને હટાવવા પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યા છે, તેમાં એક જ મુદ્દો હતો કે કોંગ્રેસને મોદી સરકારની જગ્યાએ બીજું કોઈ પણ મંજૂર

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીને હટાવવા પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યા છે, તેમાં એક જ મુદ્દો હતો કે કોંગ્રેસને મોદી સરકારની જગ્યાએ બીજું કોઈ પણ મંજૂર છે. એટલે જ તેઓ 2 ડઝન પ્રાદેશિક પાર્ટીઓને ટેકો આપીને ગઠબંધન કરતા પણ દેખાયા. કદાચ તેઓ એ પણ નથી વિચારી રહ્યા કે સરકાર ચાલશે કે નહીં. પરંતુ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રદાન રાહુલ ગાંધીના આ વલણ સાથે કદાચ સહમત નથી દેખાઈ રહ્યા.

મોદીને હટાવવા પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી

મોદીને હટાવવા પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી

મળતી માહિતી પ્રમામે કોંગ્રેસ હાલ કોઈ પણ પક્ષને બહુમતી ન મળે અથવા ગઠબંધનને બહુમતી ન મળે તો મિલીજુલી સકરારને સમર્થન આપવા પર વિચાર કરી રહી છે. તાજેતરમાં જ એવા અહેવાલ પણ આવ્યા હતા કે જેમાં કોંગ્રેસના નેતાઓ યુપીએ સિવાયના પ્રાદેશિક પક્ષોને પણ સાથે લઈ સરકાર અંગે ચર્ચા કરી રહ્યા છે. આ લિસ્ટમાં તેલંગાણાના સીએમ અને TRS સુપ્રીમો ચંદ્રશેખર રાવનું પણ નામ છે.

'આવી સરકાર અસ્થિર હશે'

'આવી સરકાર અસ્થિર હશે'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું છે કે,'કોઈ પણ ભાવી સરકાર એક રાષ્ટ્રીય પક્ષની આગેવાનીમાં જ સ્થિર હશે.' જ્યારે તેમને એવો સવાલ પૂછાયો કે કોંગ્રેસના સમર્થનથી પ્રાદેશિક પક્ષો સરકાર બનાવે તેવી શક્યતા કેટલી ત્યારે તેમણે કહ્યું,'હું આ શક્યતાઓ નકારી નથી રહ્યો, પરંતુ આવી સરકાર મજબૂત સરકાર નહીં હોય. આવી સરકાર સ્થિર નહીં હોય.'

ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળઃમોઈલી

ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળઃમોઈલી

મોઈલીએ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીની આગેવાનીમાં ગઠબંધનની મદદથી પ્રાદેશિક પક્ષો સાથે સરકાર રચવાની સંભાવના નકારી નથી રહ્યા. પરંતુ આવી સરકાર સ્થિર નહીં હોય. અને લાંબો સમય નહીં ટકી શકે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ નાના પક્ષો દ્વારા સરકાર રચાઈ હતી, પછી તે વીપી સિંહ હોય કે ચરણસિંહ કે ચંદ્રશેખની સરકાર, પરંતુ ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે.

રાષ્ટ્રીય પક્ષોના હાથમાં હોવી જોઈએ કમાનઃ મોઈલી

રાષ્ટ્રીય પક્ષોના હાથમાં હોવી જોઈએ કમાનઃ મોઈલી

ત્રિશંકુ પરિણાની શક્યતા અંગે તેમણે દલીલ કરી કે કોઈ પણ સરકારનીક માન જો રાષ્ટ્રીય પક્ષના હાથમાં હોય, તો જ તે સ્થિર રહી શકે. પૂર્વ કેન્દ્રીય પ્રધાનનું કહેવું છે કે જો આવું ન થયું તો આવી સરકાર કેટલાક મહિના કે એકાદ 2 વર્ષ જ ટકી શક્શે. જ્યારે તેમને પૂછાયું કે યુપીએ અને એનડીએ સિવાયના પ્રાદેશિક પક્ષો જો કોંગ્રેસથી વધી બેઠકો જીતો તો તેમણે કહ્યું કે તેમને એક કોણ કરશે ? તેમના કહેવાનો અર્થ એ છે કે આગેવાની તો રાષ્ટ્રીય પક્ષે જ લેવી પડે, તો જ બધા પક્ષો એક રહી શકે.

English summary
regional parties coalition government will be unstable veerappa moily
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X