સર્વે: ધાર્મિક લોકોમાં પોર્નની લત વધારે હોય છે!
નવી દિલ્હી, 27 માર્ચ: એક સંશોધનમાં સામે આવ્યું છે કે ધાર્મિક અને આધ્યાત્મિક લોકોને પોર્નોગ્રાફીની લત વધારે હોય છે. તેમને ઇંટરનેટ પર પોર્ન જોવાની લત સામાન્ય લોકોની અપેક્ષાએ ઘણી વધારે હોય છે.
કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીની મનોવૈજ્ઞાનિકની વિદ્યાર્થિની અને આ સંશોધનની મુખ્ય લેખક જોખુઆ ગ્રુબે જણાવ્યું કે 'શોધમાં આ વાત સામે આવી અને સૌને ચોંકાવી દીધા કારણ કે તેની અસર નૈતિક વિશ્વાસ પર પડે છે.'

આ સર્વેક્ષણથી સામે આવ્યું છે કે ધાર્મિક હોવા અને પોર્ન જોવાની વચ્ચે કોઇ સંબંધ નથી. જોકે આ અધ્યયનમાં એ વાત સામે આવી છે કે ધાર્મિક લોકોમાં પોર્નોગ્રાફીની લત વધારે હોય છે. આવા લોકો વધારે ઓનલાઇન પોર્ન ફિલ્મો જોવે છે. આ શોધ આર્કાઇવ ઓફ સેક્સુઅલ બિહેવિયર ( Archives of Sexual Behavior)માં પણ છપાયેલું છે.












Click it and Unblock the Notifications
