For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic P-Marq Exit Poll : હિમાચલમાં કઈ પાર્ટીને સત્તા? જાણો રિપબ્લિક પી-માર્ક એક્ઝિટ પોલ

ગુજરાત અને હિમાલચ પ્રદેશની ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં સામે આવી રહેલા આંકડા અનુસાર કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત અને હિમાલચ પ્રદેશની ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં સામે આવી રહેલા આંકડા અનુસાર કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

himachal pradesh

રિપબ્લિક પી-માર્ક એક્ઝિટ પોલના આંકડા અનુસાર, વોટ શેરની વાત કરીએ તો હિમાલચ પ્રદેશમાં બીજેપીને સૌથી વધુ બીજેપી 44.8 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસને 42.9ને ટકા, આમ આદમી પાર્ટીને 2.8 ટકા અને અન્યને 9.5 ટકા મત મળવાની સંભાવના છે.

રિપબ્લિક પી-માર્ક એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવેલી સીટોની વાત કરીએ તો સર્વે અનુસાર હિમાલચ પ્રદેશમાં બીજેપીને 34થી 39 સીટો મળવાની સંભાવના છે. આ સિવાય કોંગ્રેસને 28 થી 33, આમ આદમી પાર્ટીને 0થી 1 સીટ અને અન્યના ખાતામાં 1થી 4 સીટ જતી જોવા મળી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે તમામ 68 સીટો પર મતદાન થયુ હતું. હિમાલચમાં લોકોએ ખુલ્લીને મતદાન કર્યુ હતું અને 75 ટકા મતદાન નોંધાયુ હતું. હવે ગુજરાત અને હિમાચલ બન્નેનું એક સાથે 8 ડિસેમ્બરે પરિણામ આવશે.

English summary
Republic P-Marq Exit Poll: Which party is in power in Himachal? Know Republic P-Mark Exit Poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X