
રેસિડેન્ટ ડૉક્ટરોએ આજથી દેશવ્યાપી હડતાળનુ કર્યુ આહ્વાન, જાણો કેમ?
નવી દિલ્લીઃ ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન(FORDA) રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા(નીટ) પીજી કાઉન્સેલિંગ 2021ને સ્થગિત કરવાના વિરોધમાં આજથી એટલે કે 27 નવેમ્બરથી દેશવ્યાપી હડતાળનુ આહ્વાન કર્યુ છે. આ અંગેની માહિતી ફેડરેએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને ગુરુવારે 25 નવેમ્બરે આપી હતી. ડૉક્ટર્સ એસોસિએશને એક નિવેદન જાહેર કરીને દેશભરના બધા રેસિડેન્ટ ડૉક્ટર્સને 27 નવેમ્બરથી બાહ્ય રોગી વિભાગ(ઓપીડી) સેવાઓમાંથી હટવા માટે કહ્યુ છે. આ દેશવ્યાપી હડતાળની યોજના ત્યારે બનાવવામાં આવી જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે નીટ પીડી મેડિકલ પાઠ્યક્રમો માટે કાઉન્સેલિંગ ચાર સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી રહી છે.
અસલમાં નીટી પીજી પ્રવેશમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ(EWS) શ્રેણીનુ નિર્ધારણ કરવા માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક માપદંડ પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યુ છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યુ છે. જેના કારણે નીટ પીજી કાઉન્સેલિંગમાં વિલંબ થઈ રહ્યો છે.
ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને નીટ પીજી કાઉન્સેલિંગમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. ફોર્ડાએ એક નિવેદનમાં કહ્યુ, 'દેશના પહેલેથી જ બોજથી દબાયેલા અને થાકેલા રેસિડેન્ટ ડૉક્ટર, જે કોવિડ-19 મહામારીની શરૂઆત બાદથી ફ્રંટલાઈન વર્કરની જેમ કામ કરી રહ્યા છે. હવે પહેલેથી જ પેન્ડીંગ નીટ-પીજીના કેસમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના અમુક સકારાત્મક પરિણામ માટે આજ સુધી ધીરજપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા પરંતુ હવે નથી કરી શકતા. આટલા દિવસોથી આપણે શારીરિક અને માનસિક સંકટથી કોઈ રાહત નથી મળી રહી. આગલી અદાલતની સુનાવણી 6 જાન્યુઆરી 2022ના રોજ નિર્ધારિત છે.'
ચિકિત્સા નિગમે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટથી રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર ધ્યાન આપવા અને નીટ-પીજી 2021 કાઉન્સેલિંગ સાથે-સાથે પ્રવેશ પ્રક્રિયામાં તેજી લાવવા માટે જરૂરી ઉપાય કરવાનો અનુરોધ કર્યો છે જેથી અદાલતી કાર્યવાહીને તાત્કાલિક આધારે પૂરી કરવામાં આવી શકે. ફૉર્ડાએ પોતાના પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીને જણાવ્યુ, 'જો કોઈ સકારાત્મક પ્રતિક્રિયા ન મળે તો આપણે પોતાનુ વિરોધ પ્રદર્શન તેજ કરવા માટે મજબૂર થવુ પડશે.' આ દરમિયાન દેશભરના વિવિધ આરડીએ પોતાની બેઠકોમાં બનેલી સામાન્ય સંમતિના આધારે નિર્ણય લઈ રહ્યા છે.