For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર રિતેશનો કટાક્ષ, '56 ઈંચની છાતી તો ગોદરેજની અલમારીની હોય છે'

કોંગ્રેસના જાણીતા દિવંગત નેતા વિલાસરાવ દેશમુખના પુત્ર અને બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના જાણીતા દિવંગત નેતા વિલાસરાવ દેશમુખના પુત્ર અને બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે મહારાષ્ટ્રના લાતુરમાં કોંગ્રેસ તરફથી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રિતેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યુ. રિતેશે અહીં કહ્યુ કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 56 ઈંચની છાતીનો દાવો કરે છે. પરંતુ એકવાર પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે દેશ ચલાવવા માટે 56 ઈંચની છાતી નહિ પરંતુ દિલ સારુ હોવુ જોઈએ. તેમણે આગળ કહ્યુ કે મને નવાઈ લાગે છે કે 56 ઈંચની છાતી કેવી હોય છે? લોકો 56 ઈંચની ગોદરેજ અલમારી ખરીદી શકે છે. દેશના ભવિષ્ય માટે 56 ઈંચની છાતી પરિવર્તન ન લાવી શકે.'

ritesh deshmukh

રિતેશે આગળ કોંગ્રેસના ગુણગાન કરતા કહ્યુ કે 'આજે લોકો પાસે કોંગ્રેસના કારણે જ મોબાઈલ છે. કમ્પ્યુટર પણ કોંગ્રેસની દેન છે. દેશને ભાજપ નહિ પરંતુ કોંગ્રેસના કારણે આઝાદી મળી છે.' રિતેશના આ ભાષણનો વીડિયો પણ સામે આવ્યો છે જેને કોંગ્રેસના સમર્થક ખૂબ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજવી ઘરાનાના રિતેશે રાજકારણની જગ્યાએ બોલિવુડમાં કેરિયર બનાવી. તેમની છેલ્લી ફિલ્મ ટોટલ ધમાલ હતી કે જે બોક્સ ઓફિસ પર સફળ પણ રહી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં બોલિવુડ સેલેબ્ઝ પણ કોઈને કોઈ રાજકીય દળ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રિતેશ દેશમુખ છત્રપતિ શિવાદીની મૂર્તિ સાથે ફોટો પડાવવા કારણે ચર્ચામાં આવી ગયા હતા. જો કે બાદમાં તેમણે આનાથી જે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે તેમની માફી માંગી લીધી. વાસ્તવમાં દેશમુખ રાયગઢના કિલ્લામાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. અહીં તેમણે શિવાજીની મૂર્તિ સાથે ફોટો પડાવીને શેર કર્યો જે શિવાજીના અનુયાયીઓને પસંદ ન આવ્યો.

આ પણ વાંચોઃ 100 મહિલાઓના બળાત્કારના ગુનામાં 71 વર્ષના વૃદ્ધને સજાઆ પણ વાંચોઃ 100 મહિલાઓના બળાત્કારના ગુનામાં 71 વર્ષના વૃદ્ધને સજા

English summary
Ritesh deshmukh attacks pm modi as he says- how can one have 56 inch chest it is equal to an alimirah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X