For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજસ્વી યાદવે જાહેર કર્યુ રાજદનું ઘોષણાપત્ર, જાણો મુખ્ય વાતો

લોકસભા ચૂંટણી 2019 માટે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળેસોમવારે ઘોષણાપત્ર જાહેર કર્યુ.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળેસોમવારે ઘોષણાપત્ર જાહેર કર્યુ. રાજદે આ ઘોષણાપત્રને 'પ્રતિબદ્ધતા પત્ર' નામ આપ્યુ છે. પટના સ્થિત પાર્ટી કાર્યાલયમાં તેજસ્વી યાદવ અને વરિષ્ઠ નેતા મનોજ ઝાએ ઘોષણાપત્ર જાહેર કર્યુ. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યુ કે તે સામાજિક ન્યાયની દિશામાં મંઝિલ મેળવશે. એ લક્ષ્ય મેળવશે જેને બાબા સાહેબ આંબેડકરે આપ્યુ હતુ અને જે સપનુ લાલુ પ્રસાદ યાદવે ગરીબોની ભલાઈ માટે જોયુ હતુ. રાજદના ઘોષણાપત્રમાં ઘણી મોટી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

રાજદનું ઘોષણાપત્ર, જનસંખ્યાના આધારે અનામત

રાજદનું ઘોષણાપત્ર, જનસંખ્યાના આધારે અનામત

1. તેજસ્વી યાદવે ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવાનો દાવો કર્યો, તેમણે મંડળ કમિશન મુજબ અનામત આપવાની વાત કહી. દલિતો, પછાતોને જનસંખ્યાના આધારે અનામત આપવામાં આવશે. અમે સમાજવાદનું સપનુ પૂરુ કરીશુ.
2. પ્રવાસી બિહારીઓને સુરક્ષા આપવામાં આવશે અને આના માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવશે.
3. તેજસ્વી યાદવે જાતીય આધારે વર્ષ 2021માં વસ્તી ગણતરી કરાવવાનું એલાન કર્યુ.

બિહારથી પલાયન રોકવા પર જોર

4. રાજદે બિહારમાં સરકાર બનવા પર તાડીને લીગલ કરવાની વાત કહી, તાડી પર લાગતો ટેક્સ હટાવવામાં આવશે.
5. પોલિસ ભરતીમાં 8મું પાસ લોકોને પણ મોકો આપવામાં આવશે.
6. સરકારી નોકરીઓમાં ખાલી પડેલા પદોને ભરવામાં આવશે.
7. ખાનગી સંસ્થાઓની નોકરીઓમાં પણ અનામત આપવામાં આવશે.
8. કેન્દ્રની સત્તામાં ભાગીદારી બનવા પર બિહારથી પલાયન રોકવાની દિશામાં કામ કરવામાં આવશે.

મીડિયાને લોકતાંત્રિક વ્યવસ્થા સાથે જોડવાનું કામ કરીશુઃ તેજસ્વી

મીડિયાને લોકતાંત્રિક વ્યવસ્થા સાથે જોડવાનું કામ કરીશુઃ તેજસ્વી

9. તેજસ્વી યાદવે કહ્યુ કે તે મીડિયાની સ્વતંત્રતા ઈચ્છે છે એટલે મીડિયાને લોકતાંત્રિક વ્યવસ્થા સાથે જોડવાનું કામ કરશે.
10. 200 પોઈન્ટ રોસ્ટરને બંધારણીય માન્યતા આપવામાં આવશે.
11. બધાને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર મળશે.
12. તેજસ્વી યાદવે કહ્યુ કે કોંગ્રેસની ન્યાય યોજનાનું પૂરુ સમર્થન કરીએ છીએ.

આ પણ વાંચોઃ રૉબર્ટ વાડ્રાના ચૂંટણી પ્રચારના એલાન પર સ્મૃતિ ઈરાનીએ લોકોને આપી આ સલાહઆ પણ વાંચોઃ રૉબર્ટ વાડ્રાના ચૂંટણી પ્રચારના એલાન પર સ્મૃતિ ઈરાનીએ લોકોને આપી આ સલાહ

English summary
RJD releases manifesto for Lok Sabha Elections 2019, read highlights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X