For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RLD પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજિતસિંહે અંતિમ શ્વાસ લીધા, કોરોના સંક્રમિત હતા

RLD પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજિતસિંહે અંતિમ શ્વાસ લીધા, કોરોના સંક્રમિત હતા

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણથી પીડાઈ રહેલા રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનું ગુરુવારે સવારે નિધન થઈ ગયું. આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહે ગુરુગ્રામના એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 82 વર્ષીય અજિત સિંહની તબીયત મંગળવારની રાતે અચાનક બગડી ગઈ હતી, જે બાદ તેમને ગુરુગ્રામના એક ખાનગી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે મેડિકલ રિપોર્ટ મુજબ સિંહના અજિત સિંહના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું હતું, જે કારણે તેમની હાલત નાજુક હતી.

ajit singh

ચૌધરી અજિત સિંહ ભારતના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના દીકરા અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી હતા. અજિત સિંહનો જન્મ 12 ફેબ્રુઆરી 1939ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થયો હતો. અજિત સિંહે પોતાનું શિક્ષણ લખનઉ વિશ્વવિદ્યાલય અને આઈઆઈટી ખડગપુર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોથી ગ્રહણ કરી હતી. ચૌધરી અજિત સિંહ બાગપતથી સાત વખત સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા છે. 82 વર્ષની ઉંમરમાં તેમનું કોરોનાથી નિધન થયું. તેમના નિધન બાદ બાગપત સહિત પશ્ચિમી યૂપીમાં શોકની લહેર છે.

આસારામને થયો કોરોના, ઑક્સીજન લેવલ ઘટતાં મોડી રાતે ICUમાં દાખલ કરાયાઆસારામને થયો કોરોના, ઑક્સીજન લેવલ ઘટતાં મોડી રાતે ICUમાં દાખલ કરાયા

રાજકીય સફરની શરૂઆત

રાષ્ટ્રીય લોકદળના પ્રમુખે પોતાના રાજકીય સફરની શરૂઆત 1986થી કરી હતી. એ સમયે તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. જે બાદ 1987થી 1988 સુધી તેઓ લોકદળ (એ) અને જનતા પ્રીટના અધ્યક્ષ પણ રહ્યા. 1989માં જનતા દળમાં પોતાની પાર્ટીનો વિલય કર્યા બાદ તેઓ તેના મહાસચિવ બની ગયા. 1989માં અજિત સિંહ પહેલીવાર બાગપતથી લોકસભા પહોંચ્યા હતા. વીપી સિંહ સરકારમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. જે બાદ તેઓ 1991માં ફરીથી બાગપતથી જ લોકસભા પહોંચ્યા. આ વખતે નરસિમ્હારાવની સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા. 1996માં તેઓ ત્રીજીવાર કોંગ્રેસની ટિકિટ પર લોકસભા પહોંચ્યા હતા.

English summary
RLD chief and former Union minister Ajit Singh dies of Covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X