For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું, NDA સરકારને ફટકો

ઉપેન્દ્ર કુશવાહાએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારને તગડો ફટકો લાગ્યો છે. એએનઆઈના સૂત્રો મુજબ એનડીએ સરકારમાં સામેલ રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી કુશવાહાએ કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. ઉપેન્દ્ર કુશવાહા બપોરે 2 વાગ્યે પ્રેશ કોન્ફરન્સ કરીને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામાની ઔપચારીક ઘોષણા કરી શકે છે.

ઉપેન્દ્ર કુશવાહાનો મોટો ફેસલો

આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા કેન્દ્રની મોદી સરકારથી લાંબા સમયથી નારાજ હતા. એમની નારાજગીને કારણ છે 2019 લોકસભા ચૂંટણીને એનડીએમાં સામેલ ઘટક દળ વચ્ચે સીટોનો ફોર્મ્યૂલા. લાંબા સમયથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહા કેન્દ્રીય કેબિનેટથી અલગ થઈ શકે છે, હવે અહેવાલ મુજબ હવે તેમણે રાજીનામું આપી દીધું છે. એએનઆઈના સૂત્રો મુજબ ઉપેન્દ્ર કુશવાહાએ પોતાનું રાજીનામું પીએમ મોદીને મોકલી આપ્યું છે. આરએલએસપી ચીફ કુશવાહા બપોરે બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. ખુદ કુશવાહાએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

NDAની બેઠકમાં સામેલ થવાથી કર્યો ઈનકાર

NDAની બેઠકમાં સામેલ થવાથી કર્યો ઈનકાર

અગાઉ સંસદના શિયાળુ સત્ર પહેલા એનડીએના ઘટ દળો વચ્ચે બેઠકમાં તેમની સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી, જો કે તેમણે ખુદ આ અટકળો ફગાવી દીધી. કુશવાહાએ કહ્યું કે સોમવારે થનાર એનડીએના સહયોગી દળોની બેઠકમાં ભાગ નહિ લે. ઉલ્લેખનીય છે કે કુશવાહાને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ કુશવાહાએ આ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે.

સીટ ફોર્મ્યૂલાથી નારાજ થયા કુશવાહા

સીટ ફોર્મ્યૂલાથી નારાજ થયા કુશવાહા

ઉપેન્દ્ર કુશવાહાની એનડીએ અને કેન્દ્રીય કેબિનેટથી અળગ થવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. આ આખાં પ્રકરણની શરૂઆત એ સમયે થઈ, જ્યારે દિલ્હીમાં અણિત શાહે એલાન કર્યું કે બિહારમાં ભાજપ અને જેડીયૂ બરાબરની સીટ પર ચૂંટણી લડશે. આ એલાનના ઠીક બાદ ઉપેન્દ્ર કુશવાહા અને તેજસ્વી યાદવની મુલાકાતની તસવીરો સામે આવી. જે બાદ સતત રાજકીય અહેવાલો રામે આવવા લાગ્યા. ગત દિવસોમાં કુશવાહાએ જ્યારે શરદ યાદવ સાથે મુલાકાત કરી તો ભાજપના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે વિપક્ષી દળોના નેતાઓની આવી મુલાકાતો યોગ્ય નથી. આખરે કુશવાહાએ કેન્દ્રીય કેબિનેટને અલવિદા કહી જ દીધું.

NDA છોડનાની અટકળો વચ્ચે ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્રીય મંત્રીનું આમંત્રણ, આજે થઈ શકે મોટી ઘોષણાNDA છોડનાની અટકળો વચ્ચે ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્રીય મંત્રીનું આમંત્રણ, આજે થઈ શકે મોટી ઘોષણા

English summary
RLSP Chief Upendra Kushwaha resigns as Union Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X