For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાની જેમ ઈસરોએ પણ સામાન્ય જનતા માટે ખોલ્યા લાઈવ રૉકેટ લૉન્ચિંગના દ્વાર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) હવે જે પણ રૉકેટ લૉન્ચ કરશે, તમે તેનું લૉન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં રૉકેટ લૉન્ચ કૉમ્પ્લેક્સથી લાઈવ જોઈ શકશો.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) હવે જે પણ રૉકેટ લૉન્ચ કરશે, તમે તેનું લૉન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં રૉકેટ લૉન્ચ કૉમ્પ્લેક્સથી લાઈવ જોઈ શકશો. ઈસરોએ પહેલી વાર રૉકેટ લૉન્ચ કૉમ્પ્લેક્સને સામાન્ય જનતા માટે ખોલ્યુ છે. ચેન્નઈથી લગભગ 105 કિલોમીટર દૂર સ્થિત શ્રીહરિકોટ દેશની એ જગ્યામાં ફેરવાઈ ગયુ છે જ્યાં ઘણા ઐતિહાસિક પ્રસંગોએ જન્મ લીધો છે. અત્યાર સુધી રૉકેટ લૉન્ચને લાઈવ જોવાની સુવિધા માત્ર ઑફિસર્સ અને અધિકૃત લોકોને જ હતી.

નાસાએ શરૂ કરી હતી પહેલ

નાસાએ શરૂ કરી હતી પહેલ

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જે સમયે કોઈ રૉકેટ લૉન્ચ થાય તો તેનો અવાજ ઘણો મોટો હોય છે. લૉન્ચિંગ વખતે ધૂમાડો નીકળતા રૉકેટ આકાશમાં ગાયબ થઈ જાય છે. આ નઝારો માત્ર અમુક મિનિટો સુધી રહે છે પરંતુ પોતાની સામે રૉકેટ લૉન્ચ થતા જોવુ એ ખરેખર કોઈ સપનુ સાચુ પડવા સમાન હશે. ઈસરોના ઈતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે સામાન્ય જનતાને લાઈવ રૉકેટ લૉન્ચિંગ જોવા મળશે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ હંમેશાથી એક સુરક્ષિત અંતરથી સામાન્ય જનતાને રૉકેટ લોન્ચિંગ જોવાની મંજૂરી આપી છે. ઈસરોના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રૉકેટ લૉન્ચિંગને લાઈવ જોવા માટે જરૂરી સુરક્ષાના બધા ઉપાય અપનાવવામાં આવ્યા છે. લોકોને એક સુરક્ષિત અને મહત્તમ અંતરથઈ રૉકેટ લૉન્ચિંગ જોવાનો મોકો મળશે. ઈસરો તરફથી નવુ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યુ છે જેમાં 5000 લોકોના બેસવાની ક્ષમતા છે.

વેબસાઈટ પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન

વેબસાઈટ પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન

આ સ્ટેડિયમને શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરની અંદર બનાવવામાં આવ્યુ છે. એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે જ્યાં વિઝિટર્સ રજિસ્ટ્રેશન કરાવીને રૉકેટ લૉન્ચિંગ જોઈ શકે છે. લૉન્ચિંગ લાઈવ જોવા માટે લઘુત્તમ ઉંમર સીમા 10 વર્ષ છે. આ રૉકેટ લૉન્ચિંગ જોવા માટે તમારી પાસે સરકાર તરફથી જારી કરાયેલ એક ફોટો આઈડી પ્રૂફ હોવુ જોઈએ. ઈસરોએ મોટી સ્ક્રીન પણ ઈન્સ્ટોલ કરી છે જ્યાં લોકોને લૉન્ચર અને સેટેલાઈટ્સ વિશે માહિતી મળી શકશે.

માત્ર ભારતીય નાગરિકોને મળી શકશે મોકો

માત્ર ભારતીય નાગરિકોને મળી શકશે મોકો

માત્ર ભારતીય નાગરિકોને જ રૉકેટ લૉન્ચિંગ જોવાની સુવિધા મળશે. ટૂંક સમયમાં સ્ટેડિયમની ક્ષમતા વધારવામાં આવશે અને પછી અહીં 10000 લોકો બેસી શકશે. આ પ્રોજેક્ટ વાસ્તવમાં એક સ્પેસ થીમ પાર્ક હેઠળ છે જે સ્પેસ સેન્ટરમાં બન્યુ છે. આ પાર્કમાં સ્પેસ મ્યુઝિયમ અને ભારતીય રૉકેટ્સ પણ પ્રદર્શન માટે રાખવામાં આવશે. ઈસરોના ચેરમેન કે સિવાન હંમેશાથી ઈચ્છે છે કે સ્પેસ ટેકનોલોજી દરેક ભારતીય માટે હોય. રૉકેટનું લાઈવ લૉન્ચિંગ પણ આનો જ એક હિસ્સો છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ સરકારમાં આવતા જ નીતિ પંચને ખતમ કરવાનું કર્યુ એલાનઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ સરકારમાં આવતા જ નીતિ પંચને ખતમ કરવાનું કર્યુ એલાન

English summary
Rocket launch viewing facility has been opened for common people by ISRO at Sriharikota in Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X