
રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસ: દિલ્લી પોલીસે વૈજ્ઞાનિકને કર્યો ગિરફ્તાર, વકીલને મારવા માટે કર્યું હતુ આ કામ
તાજેતરમાં દિલ્હીની રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસે ડીઆરડીઓના એક વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. એવું બહાર આવ્યું છે કે તે વકીલની હત્યા કરવા માંગતો હતો, દિલ્હી પોલીસે શનિવારે રોહિણી જિલ્લા કોર્ટની અંદર વકીલને મારવા માટે ટિફિન બોમ્બ મૂકવાના આરોપમાં એક વૈજ્ઞાનિકની ધરપકડ કરી હતી.
રોહિણી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ઓછી-તીવ્રતાના વિસ્ફોટના દિવસો પછી, દિલ્હી પોલીસે શનિવારે વૈજ્ઞાનિકની ધરપકડ કરી હતી, જેના પર વકીલને મારવા માટે ટિફિન બોમ્બ પ્લાન્ટ કરવાનો આરોપ છે. તે ત્યાં કોર્ટની સુનાવણીમાં હાજરી આપવાનો હતો.આપને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે રોહિણી જિલ્લા કોર્ટમાં ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વકીલ સાથે ટ્રાયલમાં સામેલ હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતે જ બોમ્બ બનાવ્યો હતો અને તેને કોર્ટ રૂમ નંબર 102માં રાખ્યો હતો.
પૂછપરછ દરમિયાન, વૈજ્ઞાનિકે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે વકીલની હત્યા કરવા માંગતો હતો અને તેથી IED લગાવ્યો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને વૈજ્ઞાનિક વિરૂદ્ધ સીટીવીટી ફૂટેજ અને ડમ્પ ડેટા સહિત અનેક કડીઓ અને પુરાવા મળ્યા હતા, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં અત્યાર સુધી માત્ર વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વધુ તપાસ હાથ ધરી છે.