'શિવસેનાનુ નામ અને ચિહ્ન માટે થઈ 2 હજાર કરોડની ડીલ', સંજય રાઉતે લગાવ્યો મોટો આરોપ
સંજય રાઉતે ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ઘોષિત કરવા પર એક મોટો દાવો કર્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનુ નામ છીનવાઈ ગયા બાદ શિંદે જૂથ પર ઉદ્ધવ જૂથના નેતા એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. હવે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ઘોષિત કરવા પર એક મોટો દાવો કર્યો છે. સંજય રાઉતે ભાજપ અને એકનાથ શિંદે જૂથ પર મોટો આરોપ લગાવીને કહ્યુ કે શિવસેનાનુ નામ અને ચૂંટણી ચિહ્ન મેળવવા માટે 2 હજાર કરોડ રુપિયાની ડીલ કરવામાં આવી હતી.

'2000 કરોડની લેવડ-દેવડ 6 મહિનામાં થઈ'
સંજય રાઉતે કહ્યુ કે, 'શિવસેના અને તેના ચૂંટણી ચિહ્ન (તીર-કમાન) પ્રતીકને છીનવી લેવામાં આવ્યુ છે અને આમાં અત્યાર સુધીમાં 2,000 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. મેં મારા ટ્વીટ દ્વારા દેશને જાણ કરી છે. અમારુ ચૂંટણી ચિહ્ન અને શિવસેનાનુ નામ લઈ લેવામાં આવ્યુ છે, માત્ર એટલુ જ નહિ તે એક બિઝનેસ ડીલ છે, જેના માટે 6 મહિનાની અંદર 2000 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. અને આ મારુ શરૂઆતનુ અનુમાન છે.'

'ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ...'
સંજય રાઉતે કહ્યુ, 'તે પક્ષ, નેતા અને અનૈતિક જૂથ અમારા કોર્પોરેટરોને ખરીદવા માટે ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ અને 50 લાખથી 1 કરોડની બોલી લગાવતા હોય તો તમે વિચાર કરો કે અમારુ નામ શિવસેના અને ચૂંટણી ચિન્હ મેળવવા માટે કેટલી બોલી લાગી હશે? મારી માહિતી રૂ. 2,000 કરોડ છે.

અમિત શાહ
સંજય રાઉતે કહ્યુ, 'મહારાષ્ટ્રના લોકો અમિત શાહ શું કહે છે તેના પર ધ્યાન આપતા નથી. જે સત્ય ખરીદવાનુ કામ કરે છે, તે સાચા અને ખોટાની શું વાત કરે છે. લોકોએ નક્કી કરવાનુ છે અને જ્યારે સમય આવશે ત્યારે તેઓ કરશે. મહારાષ્ટ્રના લોકો નક્કી કરશે કે શિવસેના કોની હતી અને કોની રહેશે. મહારાષ્ટ્રમાં કોણ જીત્યુ અને કોણ હાર્યુ તે સમય આવશે ત્યારે બતાવીશુ. અમે હવે કંઈ કહીશુ નહિ.

'દેશના ઈતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી'
સંજય રાઉતે કહ્યુ, 'મને ખાતરી છે કે ચિહ્ન અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને વ્યવહારો થયા છે. આ એક પ્રાથમિક આંકડો છે અને 100 ટકા સાચો છે. ટૂંક સમયમાં ઘણી બાબતો બહાર આવશે. દેશના ઈતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી.'
#WATCH | The party, the leader & the dishonest group that bids Rs 50 cr for MLAs, Rs 100 cr for MPs & Rs 50 lahks to 1 cr to buy our councillors. How much it would bid to take our name & symbol, you decide? My info is Rs 2,000 Crores: Sanjay Raut, Uddhav Thackeray faction leader pic.twitter.com/QZBPnwtn7A
— ANI (@ANI) February 19, 2023
मुझे यकीन है...
— Sanjay Raut (@rautsanjay61) February 19, 2023
चुनाव चिन्ह और नाम हासिल करने के लिए अब तक 2000 करोड़ के सौदे और लेन-देन हो चुके हैं...
यह प्रारंभिक आंकड़ा है और 100 फीसदी सच है..
जल्द ही कई बातों का खुलासा होगा.. देश के इतिहास में ऐसा कभी नहीं हुआ था.@ECISVEEP @PMOIndia pic.twitter.com/qokcT3LkBC
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
