'નિર્મલ બાબા' પર 3.5 કરોડ રૂપિયાની ટેક્સની ચોરીનો આરોપ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: સ્વંભૂ ધાર્મિક ગુરૂ 'નિર્મલ બાબા'ને મળી રહેલા 'દસવંદે' તેમને સંકટમાં મુકી દિધા છે. નિર્મલ બાબાને 3.5 કરોડ રૂપિયાની સર્વિસ ટેક્સ ચોરીની નોટિઓસ મોકલવામાં આવી છે. દસવંદ શ્રદ્ધાળુની આવકનો દસમો ભાગ છે જે (બાબા) દાનમાં પ્રાપ્ત કરે છે. આધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગે એ આધારે નોટિસ જાહેર કરી છે કે 'સમાગમ'માં આવનાર શ્રદ્ધાળુઓ પાસે એક 'સેવા' માટે દસવંદ વસૂલવામાં આવે છે.

'નિર્મલ દરબાર'ની ગતિવિધિઓ જુલાઇ 2012 બાદ એક્સાઇઝ વિભાગની નજરમાં આવી. જુલાઇ 2012માં વધુ સેવાઓને 'સર્વિસટેક્સ'ના દાયરામાં લાવવા માટે એક નકારાત્મક યાદી જાહેર કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે નિર્મલ બાબાની વિરૂદ્ધ દસવંદ સંગ્રહને લઇને લગભગ 3.5 કરોડ રૂપિયાની નોટીસ આપવામાં આવી છે. નિર્મલ દરબારને મોકલવામાં આવેલા ઇ-મેલનો કોઇ જવાબ આવ્યો નથી તથા ફોન કરવા છતાં પણ કોઇ પ્રતિક્રિયા મળી નથી.

nirmal-baba

નિર્મલ દરબારના એક કર્મચારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે 'અમારા ત્યાં મીડિયા સાથે વાતચીત કરવા માટે કોઇ વ્યક્તિ નથી. કૃપયા અમારી વેબસાઇટ પર આપવામાં આવેલા એડ્રેસ પર ઇ-મેલ મોકલો.' નિર્મલ બાબાની વેબસાઇટ અનુસાર તેમના સમાગમમાં સામેલ થવા માટે પ્રતિ વ્યક્તિ 3,000 રૂપિયા (ટેક્સ રહિત) રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડે છે, જ્યારે 'શૉ'માં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ 5,000 (ટેક્સ રહિત) છે.

English summary
'Daswand' or the receiving of donations of one-tenth of a devotee's earning has landed self-styled spiritual guru 'Nirmal Baba' in trouble with a notice having been slapped on him for alleged Service Tax evasion of Rs 3.5 crore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.