For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS એ એમેઝોન પર ધર્માંતરણનો આરોપ લગાવ્યો, જાણો શું છે પુરો મામલો?

ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતમાં ફરી એક વખત ધર્માંતરણને લઈને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ સાથે જોડાેયલા મેગેઝીને ઈ કોમર્સ કંપની એમેઝોન પર ધર્માંતરણ માટે ફંડીંગ કરવાનો આરોપ વગાવ્યો છે. આરએસએસનો આરોપ છે કે, એમેઝોન નોર્થ ઈસ્ટ ભારતમાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા ભંડોળ પૂરું પાડી રહી છે. એમેઝોન અહીં વસ્તી વિષયક ફેરફાર કરવા માટે આ અભિયાન ચલાવી રહ્યું છે.

Amazon

આ મુદ્દો આરએસએસ સાથે જોડાયેલા મેગેઝીન ધ ઓર્ગેનાઈઝરમાં લગાવવામાં આવ્યો છે. અમેઝિંગ ક્રોસ કનેક્શન ટાઈટલ સાથે આ વિશે કવર સ્ટોરી કરાઈ છે. સંઘનો આરોપ છે કે, એમેઝોન અહીં અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા ધર્માંતરણનું અભિયાન ચલાવી રહ્યું છે. જો કે, એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ આરોપો પાયાવિહોણા છે.

પત્રિકા અનુસાર, કે ઈ-કોમર્સ જાયન્ટ અહીંના અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. એ પણ શક્યતા છે કે આ માટે મની લોન્ડરિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને એબીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ભારતમાં મિશનરી ધર્માંતરણનું મિશન મોટા પાયે હાંસલ કરી શકાય. અખિલ ભારતીય મિશનને ABM દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેને તેની વેબસાઇટ પર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તેઓએ ઉત્તરપૂર્વ ભારતમાં 25,000 લોકોનું ધર્માંતરણ કર્યું છે.

સ્ટોરીમાં AIMની ટ્વિટર પોસ્ટનો ઉલ્લેખ કરીને દાવો કરાયો છે કે, એમેઝોન દ્વારા લોકોને ફંડિંગ માટે અપીલ કરવામાં આવી છે, તેમાં એમેઝોન સ્માઈલનો લોગો પણ હોય છે. એમેઝોન અખિલ ભારતીય મિશન દ્વારા ભારતમાં ધર્માંતરણ માટે ભંડોળ પૂરું પાડે છે. આ તમામ આરોપોને નકારી કાઢતાં એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, એમેઝોન ઈન્ડિયાને ઓલ ઈન્ડિયા મિશન સાથે કોઈ સંબંધ નથી અને એમેઝોનના અન્ય કોઈ જૂથને એમેઝોન સ્માઈલ પ્રોગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ધ ઓર્ગેનાઈઝર મેગેઝીન અહેવાલની નોંધ લીધી છે. NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું કે, અમને સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશમાંથી અનાથાશ્રમોમાં થઈ રહેલા ગેરકાયદે ધર્માંતરણ અને એમેઝોનના કથિત ભંડોળ અંગે ફરિયાદ મળી હતી. તપાસ બાદ પંચે પુષ્ટિ કરી હતી કે અખિલ ભારતીય મિશન ભારતમાં ગેરકાયદેસર રીતે અનાથાશ્રમ ચલાવી રહ્યું છે, જ્યાં આ લોકો ધર્માંતરણ અભિયાન ચલાવે છે. અમે અખિલ ભારતીય મિશન સાથે તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે અમે વેબસાઈટ તપાસી તો સાઈટ બ્લોક થઈ ગઈ હતી, તેથી અમારે તપાસ અટકાવવી પડી.

English summary
RSS accuses Amazon of proselytizing, know what the whole story is?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X