મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે? RSS એ કહી આ વાત

Written By:
Subscribe to Oneindia News

શું મોદી સરકારની લોકપ્રિયતા ઓછી થઇ રહી છે? આ સવાલ તે વખતે આવ્યો છે જ્યાં એક તરફ મોદી સરકારે ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ઉદ્ધાટન કર્યું છે અને બીજી તરફ દિલ્હીમાં વિશ્વવિદ્યાલય છાત્ર સંધની ચૂંટણીમાં તેને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્ને પદો પરથી સીટ ગુમાવવી પડી છે. મોદી સરકારના સત્તામાં આવ્યા પછી પહેલી વાર ડૂસૂ ચૂંટણીમાં એબીવીપીની હાર થઇ છે. આ તમામ વસ્તુઓની વચ્ચે રાષ્ટ્રીય સ્વંયસેવક સંધે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ચેતવ્યા છે. અને આવનારી ચૂંટણીને જોતા આરએસએસ દ્વારા યોગ્ય સમયે ભાજપ સરકારને ચેતવવામાં આવી છે.

શું કહ્યુ આરએસએસ એ

શું કહ્યુ આરએસએસ એ

આરએસએસ એ કહ્યું કે જનતાનો મૂડ મોદી સરકાર માટે બદલાઇ રહ્યો છે. મોદી સરકારની લોકપ્રિયતા ઓછી થઇ રહી છે. તેવામાં ભાજપ અને સરકાર બન્નેએ વિચારવિમર્શ કરવાની જરૂર છે. આરએસએસ એ વિભન્ન સંગઠનોથી મળેલા ફિડબેક પછી ભાજપ અને મોદી સરકારને એલર્ટ કર્યા છે.

સંઘે કર્યો સવાલ

સંઘે કર્યો સવાલ

ધ ટેલિગ્રાફમાં છપાયેલી ખબર મુજબ આરએસએસ દ્વારા મોદી સરકારના પ્રદર્શન પર વિભિન્ન સંગઠનો દ્વારા જાણકારી મેળવવામાં આવી હતી. જેમાં તેમાં જે મહત્વની વાતો જે સરકાર વિરુદ્ધ હતી તે છે આર્થિક મંદી, બેરોજગારી, નોકરીની અછત અને નોટબંધીની નિષ્ફળતા. સાથે જ ખેડૂતોની ખરાબ હાલત પણ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર માટે આવનારા સમયમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

મોદીની લોકપ્રિયતા?

મોદીની લોકપ્રિયતા?

જો કે ધ ટેલીગ્રામમાં છપાયેલી ખબર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજી પણ તેવી જ છે પણ મોદી સરકારના મંત્રી અને તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયોથી પ્રજા નાખુશ છે. સામાન્ય જનતાએ સરકાર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જે માટે મોદી સરકારે કામ કરવું પડશે તેવી સલાહ આરએસએસ દ્વારા આપવામાં આવી છે.

શું છે ભાજપની રણનીતિ

શું છે ભાજપની રણનીતિ

આરએસએસ દ્વારા 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરતા તેમ જણાવવામાં આવ્યું છે કે તે પછી સરકારની આર્થિક નીતિઓની મોટા પ્રમાણમાં આલોચના થઇ છે. લોકોને મોદી સરકાર પાસેથી કાળાં નાણાં પાછા લાવવા માટે આશ હતી, નોટબંધીથી પણ દેશને ફાયદો થશે તેવી લોકોને આશ હતી પણ તેવું કંઇ ના થતા લોકો પોતાને ઠગાયેલા અનુભવે છે તેમ ધ ટેલીગ્રામમાં આરએસએસના એક નેતાએ જણાવ્યું હતું.

English summary
rss alerted bjp credible signs shift the public mood over performance of the modi government

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.